પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં રાણાવાવ શહેરના પાટવાવ જાપા નજીક રહેતા સીરાજઅલી પટણી ખોજાએ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયા અંગેની ફરીયાદ નોંધાવી છે. આ કામની હકિકત એવી છે કે, ફરીયાદી સીરાજઅલી રમજાનઅલી પટણીના રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ વખતે ધરની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલા રોકડા રૂપીયા 6 લાખ તેમજ સોનાના દાગીના (1) સોનાની બંગડી જોડી-1 આશરે વજન 2 તોલા આશરે કીં. રૂ. 60 હજાર (2) હાથમાં પહેરવાની સોનાની લકી-1 વજન આશરે 8 ગ્રામ આશરે કિં.રૂ 25 હજાર (3) સોનાની બુટીની જોડી નંગ-4 વજન આશરે 1 તોલુ જેની આશરે કિં. રૂ 25 હજાર (૪) નાની છોકરીઓને પહેરવાની સોનાની બુટી જોડી નંગ-2 વજન આશરે 5 ગ્રામ આશરે કિં.રૂ 15 હજાર (૫) નાના છોકરાઓને પહેરવાના સોનાના ચેઇન-2 વજન આશરે 5 ગ્રામ આશરે કિં.રૂ. 15 હજાર તથા ફરીચાદીના નાના ભાઈ અજીતના સોનાના દાગીના જેમા (1) ડાયમંડની સોનાની વીટી નંગ-2 આશરે વજન 1 તોલાની જેની આશરે કિં.રૂ 30 હજાર (2) સોનાનો સેટ નંગ-1 આશરે વજન 3 તોલા આશરે કિં.રૂ 90 હજાર.તેમજ વિદેશી ચલણના રૂપિયા 3 હજાર ડોલર જેની ભારતીય ચલણના કી. રૂ. 2 લાખ 50 હજાર, તેમજ દુબઇના ચલણના ધીરામ 2400 જેની ભારતીય ચલણની કિં.રૂ 88 હજાર તેમજ કેન્યાના ચલણના સીલીંગ 25 હજાર જેની ભારતીય ચલણની કિં.રૂ 16 હજાર આમ કુલ સોનાના દાગીના વજન આશરે 8 તોલા 8 ગ્રામ જેની કિંમત રુપિયા 2 લાખ 60 હજાર તથા રોકડા રૂપીયા 6 લાખ તથા અલગ અલગ દેશનું ચલણ મળી કુલ 12 લાખ 14 હજારના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇમસ ચોરી કર્યા અંગેનો ગુન્હો નોંધવામા આવ્યો છે.