Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ભરૂચ કોંગ્રેસ ના નારાજ પૂર્વ હોદ્દેદારો વિધિવત રીતે ભાજપ માં જોડાશે

ભરૂચ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ શહેર પ્રમુખ વિકી શોખી તથા સાથીદારો આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે

ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ યોજાવવાની છે,તે પહેલાં રાજ્યમાં વિવિધ રાજકિય પક્ષો માં હવે તોડ જોડ ની શરૂઆત પણ ચરમસીમાએ પહોંચી છે,એક પક્ષ સામૅની નારાજગી નેતાઓને બીજા પક્ષ સુધી ખેંચી જઇ રહી છે,તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ માં તો જાણે પક્ષ સાથે છેડો ફાડવા માટે હોડ જામી હોય તેમ એક બાદ એક રાજીમાંનાઓ છેલ્લા એક માસ દરમિયાન જોવા મળ્યા છે,

પ્રથમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને લઇ વાગરા વિધાનસભા ના કેટલાક હોદ્દેદારો અને આગેવાનોએ રાજીનામા ધર્યા હતા તો થોડા દિવસો અગાઉ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વ થી નારાજ થઇ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકેલા વિક્કી શોખી સહિત પ્રદેશ યુવા કોંગ્રેસ ના હોદ્દેદારો સહિતના આગેવાનોએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધા હતા,જે બાદ ભરૂચ કોંગ્રેસ નો આંતરિક રાજકીય યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો, આગામી વિધાનસભા ની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ થી નારાજ હોદ્દેદારો અને દુભાયેલા કાર્યકરો ને ભારતીય જનતા પાર્ટી પોતાનો ખેસ ધારણ કરાવી પક્ષ માં પર્વેશ કરાવવાની રણનીતિ ઘડી નાંખી છે,

આવતી કાલે ભરૂચ ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો. બેન્ક ખાતે ભાજપ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી,નિકુલ મિસ્ત્રી, રાધે પટેલ સહિત ના કાર્યકરો ભાજપ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે પાર્ટીમાં સામેલ થતા હોવાની માહિતી સામે આવી રહી છે, આમ આગામી ચૂંટણીઓ પહેલા ભરૂચ કોંગ્રેસ ની આંતરિક બાબતો હવે ચરમસીમાએ પહોંચી છે તેમજ એક સાંધે અને તેર તૂટે જેવી બાબતો આગામી ચૂંટણીઓમાં જિલ્લા કોંગ્રેસ ને મજબુત કરશે કે પછી પક્ષ થી નારાજ કોંગ્રેસીઓ જ કોંગ્રેસ ની નયયા પાર નહિ થવા દે તેવી રાજકીય ચર્ચાઓ આજકાલ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે,

संबंधित पोस्ट

फोटो में सहेली के साथ दिख रही यह लड़की एक समय रह चुकी है फैंस के दिलों की धड़कन, बाद में बनी चर्चित राजनेता, आपने पहचाना ?

Admin

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ થશે વધુ સસ્તા, FM સીતારમણે બેટરી પર પણ સબસિડી વધારવાની કરી જાહેરાત

Admin

यूक्रेन में 227 नागरिकों की मौत हुई है : संयुक्त राष्ट्र

Karnavati 24 News

કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.

Karnavati 24 News

ડોક્ટર નહીં પણ આપણું શરીર પણ જાતે જ સારવાર કરે છે, જાણો કેવી રીતે?

NCP ના ગુજરાત પ્રદેશ” પ્રમુખ જયંત પટેલ (બોક્સી )” ના જન્મદિન ની ઉજવણી

Karnavati 24 News
Translate »