Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી પાકોની માર્કેટિંગ સીઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈ સહિતના ખેત જણસોની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહે છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી કરવામાં આવશે. આથી, ઓનલાઈન નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.

ખેડૂતોએ નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭,૧૨, ૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેમનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો તેઓએ તેમની આ અંગેની નોંધણી ફરજિયાતપણે ઓનલાઈન કરાવવાની રહેશે. આ નોંધણી કરાવવા માટે સબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ઓળખપત્ર સાથે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.

ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જે-તે જથ્થો ખરીદ થઈ શકે છે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થયા હોવાનું ધ્યાને આવશે તો ખેડૂતોનો ક્રમ રદ્દ થશે.  ખરીદી માટે જે-તે ખેડૂતને જાણ નહિ કરવામાં આવે તેની ખાસ નોંધ લેવી. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવો,તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ.અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

संबंधित पोस्ट

ब्रिज होने का दावा करना मुश्किल” : राम सेतु के अस्तित्व पर केंद्र ने संसद में दिया जवाब

Admin

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

Karnavati 24 News

ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂનો નાશ કરાયો

Admin

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

Admin

નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ – બહેનોને અગત્યની સુચના

Admin

તડબૂચની ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરતા માલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, સમય અને રૂપિયાનો બચાવ

Karnavati 24 News