Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

નવા વર્ષના આગમનને આડે ગણતરીના દિવસો બચ્યાં છે, ત્યારે આ વર્ષની આખરી સાંજ અર્થાત્ જ ‘થર્ટી ફસ્ટ નાઈટ’ને યાદગાર બનાવવા લોકો પોતપોતાની રીતે આયોજન કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસ પણ આ સમયે સંભવિત અણબનાવોને રોકવાની તૈયારી કરી રહી છે અને તેમની નજર આવી પાર્ટીઓનું આયોજન કરનારા આયોજકો પર રહેશે. નવા વર્ષની પાર્ટીમાં ઘણા લોકો ડ્રગ્સની વ્યવસ્થા પણ કરતાં હોય છે. તે માટે અન્ય રાજ્યમાંથી પણ ડ્રગ્સનો પુરવઠો મગાવાય છે. આથી આવી પાર્ટીના આયોજકો એÂન્ટ નાર્કોિટક્સ સેલ (એએનસી)ના રડાર પર છે. જાકે હાલમાં જ પોલીસે ડ્રગ્સ પાર્ટી માટે રાજસ્થાનથી આવેલ ડ્રગ્સનો જથ્થો પકડયો હતો અને તેના આધારે કેટલાંક લોકોની ધરપકડ પણ કરાઈ છે. થર્ટી ફર્સ્ટ નાઈટને લીધે દારુ, ચરસ, હેરોઈન, એમડીની માર્કેટમાં તેજી આવી હોવાનું સ્પષ્ટ છે. મોટા લાભને ધ્યાનમાં લઈ અનેક પબ,ડિસ્કો, રિસોર્ટ, લાન્જમાં પાર્ટી આયોજિત થશે અને તેમાં ખાસ યુવાઓ પણ જાડાશે. આથી પોલીસ સતર્ક બની ગઈ છે. સૂત્રોના કહ્યાનુસાર, નવા વર્ષની પાર્ટીમાં ડ્રગ્સની કિમત બમણી થઈ જાય છે. તેની માગણી પણ વધી જતાં માલ બ્લેકમાં વેંચાય છે. જે ૧૦૦ ગ્રામ ચરસ આશરે ૫૦૦૦ રુપિયામાં મળે છે, તેનો જ માર્કેટ ભાવ આ સમયે દસ હજાર રુપિયાએ પહોંચી જાય છે. એજ રીતે એક ગ્રામ અફીણના ૩ હજાર રુપિયા, ૧૦ હજાર રુપિયે એક કિલો ગાંજા એવા ભાવ બોલાય છે. આથી પોલીસ તસ્કરોની યાદી તૈયાર કરી તેમની ઝડતી લેવાની તૈયારીમાં પણ છે.

संबंधित पोस्ट

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાનની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું, ખેતીને નુકશાન

Admin

दिल्ली में शीतलहर की वजह से 15 जनवरी तक स्कूले रहेंगे बंध

Admin

પાટડીના જૈનાબાદ ગામે કોમી એખલાસ ભર્યું વાતાવરણ બની રહે એ માટે જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો લોક દરબાર યોજાયો

Admin

કોરોનાવાયરસ પછી ચીનમાં ધુમ્મસનો કહેર, ઝેંગઝોઉ શહેરમાં 200 વાહનો એકબીજા પર ચઢ્યા

Admin

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin

महिलाओं के चूड़ियां पहनने के होते हैं कई लाभ, वैज्ञानिक महत्व के साथ आयुर्वेद में भी है जिक्र

Admin
Translate »