જૂનાગઢમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે સરકારી આંકડા મુજબ જુનાગઢ શહેરના વિકાસ માટે કરોડનો ખર્ચ માટે રૂપિયા.7700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ખોબડા જેવડા આ મહાનગરપાલિકામાં આટલી તગડી ગ્રાન્ટ ખર્ચ્યા પછી પણ શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જે ત્રણ મહિનામાં તૂટ્યો ન હોય અથવા તોડવામાં આવ્યો ન હોય એકેય રોડ ગેરંટી પિરિયડ પૂરો નથી કરતો કદાચ ગેરંટી પિરિયડ સુધી ન ખેંચવું પડે એ માટે રોડ બન્યા પછી ઈરાદા પૂર્વક કોઈને કોઈ બહાને ખોદકામ કરવામાં આવે છે આ આયોજનની ખામી કહો કે બેદરકારી જે પણ હોય જૂનાગઢની જનતા રસ્તા ને લઇ ખૂબ જ પરેશાન છે આ એક દુઃખની વાત છે કે રાજાશાહીમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ નવાબને મળીને જળાશયની મજબૂતાઈ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એટલે મજબૂતાઈ ચકાસવામાં આવી આજે પ્રવૃત્તિ નાગરિકો છે તો ખરા પરંતુ માત્ર મિત્રો પાસે વાતો કરનારા કોઈ હિંમત કરીને સરકાર શાસકો કે અધિકારીઓને પૂછતું નથી એટલે જુનાગઢ આજે પણ જુનાગઢ મહાનગર હોવા છતાં નાનકડા ગામડા જેવું છે
