Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

લાઠીના છભાડીયા ગામે જૂની બોલાચાલીના મનદુઃખમાં પુરુષને ગાળો આપી ફટકાર્યો

લાઠી તાલુકાના છભાડીયા ગામે હિરા ઘસવાનું કામ કરતાં જેન્તીભાઈ ભવાનભાઈ માંડવીયા (ઉ.વ.૪૫)એ મુકેશભાઇ બાબુભાઇ કઠેવાડીયા, બાબુભાઇ નાનુભાઇ કઠેવાડીયા, જીગ્નેશભાઇ બાબુભાઇ કઠેવાડીયા તથા રસીકભાઇ ઉર્ફે તીવુ રમેશભાઇ કઠેવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જેન્તીભાઈ માંડવીયા મોટર સાઇકલ લઇને છભાડીયા ગામે હનુમાનજીના મંદિર પાસે નીકળતા મુકેશભાઈ કઠેવાડીયા સાથે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને તેમને ઉભા રખાવ્યા હતા. જે બાદ ખરાબ ગાળો આપીને ગાલ ઉપર થપ્પડ મારી તથા છાતી ઉપર પાટા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીએ પણ મૂઢમાર માર્યો હતો.

તેમજ અન્ય બીજી ઘટના પણ લાઠી તાલુકાના છભાડીયા ગામે પત્ની ક્યાં ગઈ છે તેમ પૂછવા મુદ્દે માથાકૂટ થઈ હતી. આ અંગે વર્ષાબેન ઠાકરશીભાઈ બાહોપીએ દિનેશભાઈ ભવાનભાઈ માંડવીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

વર્ષાબેન તેના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપીએ તેના ઘર પાસે આવી તેની પત્ની ક્યાં ગઈ છે તેમ પૂછ્યું હતું. જેથી તેમણે કંઇ ખબર ન હોવાનું કહેતા આરોપીને સારું નહોતું લાગ્યું અને લોખંડના પાઇપથી મૂઢમાર મારી ઇજા કરી હતી.

આ બને ઘટનાને ફરિયાદ નોધાતા ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે તપાસ દોર શરૂ કરી

Karnavati 24 News

અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો

Admin

ઓસ્ટ્રેલિયા બાદ કેનેડામાં હિંદુ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખાયા નફરતથી ભરેલા સૂત્રો

Admin

સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

Admin

VIDEO – સુરત – ચોરી કરતી કંજર ગેંગની મહિલાઓ પકડાઈ, ભીખ માંગવાના બહાને દુકાનમાં ઘુસી ચોરી કરતી હતી

Admin

Crime : તાપી જિલ્લામાં ચોરીના ત્રણ જુદાજુદા બનાવો નોંધાયા, સોનગઢના મોટાબંધરપાડામાં ચોરી કરનાર પકડાયો

Admin
Translate »