શિયાળામાં અખરોટ આરોગવી ખુબ હિતાવહ પરંતુ, અતિરેક સારો નહિ: દૂધ અને અખરોટને મિક્સ કરી પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વોના ગુણ મગજને તેજ રાખી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફેનોલિક એસિડ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે, આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે, અખરોટમાં મેલાટોનિન હોય છે જે સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે, અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કોઈ પણ વસ્તુના બે પાસા હોય તો આપણે જાણીએ : અખરોટનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો શું નુકસાન થઈ શકે? અખરોટથી એલર્જી થવી એ સામાન્ય બાબત છે, અખરોટનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે , વજન વધી શકે છે. અખરોટમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે.નાના બાળકો ઘણી વખત ચાવ્યા વગર જ અખરોટ ઉતારી દે છે તો બાળકોમાં અપચાની સમસ્યા ઊભી થાય તેથી તેનો પાવડર કે પાણીમાં પલાળીને કે ક્રશ કરીને જ આપવી. દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.
