Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ પાસપોર્ટ માટે અરજી કરનારની સંખ્યામાં વધારો થતાં પાસપોર્ટ ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે શનિવાર હોવા છતાં કાલે રાજકોટ સહિત અમદાવાદ અને વડોદરાની પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. પાસપોર્ટના અરજીનો ભરાવો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો હવે રાજકોટવાસીઓને પાસપોર્ટ માટે અરજી કરવી હોય તે કાલે પાસપોર્ટ ઓફિસ જઈ શકે છે તથા પાસપોર્ટ ઓફિસ જવા ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શનિવાર માટે કરવી શકે છે. કાલ શનિવાર હોવા છતાં રાજકોટની પાસપોર્ટ ઓફિસ તત્કાલ તથા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરનાર માટે કાલ પાસપોર્ટ ઓફિસ ખુલી રહેશે. જે લોકો શનિવારની ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે તે લોકો માટે શનીવારે પણ વેબસાઈટ પર એપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તત્કાલ તથા રેગ્યુલર એપોઈન્ટમેન્ટ વાળા લોકો માટે કાલ ૩ જી ડિસેમ્બર શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરનાર લોકોએ ૧૩ ડોક્યુમન્ટ માંથી ૩ ડોક્યુમેન્ટ લઈ આવવા ફરજિયાત છે તથા એક વખત એપોઈન્ટમેન્ટ મળ્યા બાદ તેમાં કોઈ પણ જાતની ફેરફાર થશે નહિ તાથા રિફન્ડ પણ મળશે નહિ.

संबंधित पोस्ट

અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત

Gujarat Desk

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા

Gujarat Desk

ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

Gujarat Desk

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

Gujarat Desk

કપડવંજમાં બંધક બનાવ્યા બાદ ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂ.2.85 લાખની લૂંટ થયું

Gujarat Desk

જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બંધ લેબોરેટરીમાં લાખોની ચોરી

Gujarat Desk
Translate »