Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે સાંજે પૂર્વ અમદાવાદમાં પ્રચંડ રોડ શો યોજવામાં આવશે. આ પહેલા તેમની જાહેર સભા પૂર્વ અમદાવાદમાં યોજવામાં આવી હતી ત્યારે આજે તેઓ રોડ શો અસારવા વિસ્તારમાં સાંજે કરશે. બાપુનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.

ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે તેની સાથે સાથે અમિત શાહનો રોડ શો પણ યોજવામાં આવશે. આ રોડ શો મોહન સિનેમાથી શરુ કરીને કલાપીનગપ બસસ્ટેન્ડ અસારવા સુધી યોજવામાં આવશે.

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ થતાની સાથે જ બીજા તબક્કા માટે પ્રચાર તેજ બન્યો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન બેઠકો કરશે. આ ઉપરાંત ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગોવાના સીએમનો ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર યોજાયો હતો તેવી જ રીતે કેન્દ્રીય નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાઈ રહ્યા છે.

અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ બીજા તબક્કા માટે પ્રચાર

બીજા તબક્કાની 93 બેઠકો માટે તમામ રાજકીય પક્ષો જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ પ્રચાર કરશે. અમિત શાહ મહેસાણામાં જાહેર સભાને સંબોધશે. જેપી નડ્ડા અમદાવાદના જમાલપુરમાં રોડ શો દ્વારા પ્રચાર કરશે. અમદાવાદમાં રાજનાથ સિંહ અને બાલાસિનોર, પાદરામાં પરેશ રાવલ અને ડીસામાં પુરુસોત્તમ રૂપાલા જાહેરસભાને સંબોધશે. બાપુનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ. રોડ શો કરીને પ્રચાર કરશે.

संबंधित पोस्ट

‘આ પાકિસ્તાનથી જીતીને બન્યા છે ધારાસભ્ય…’ BJP સાંસદે આપ્યું નિવેદન, બિહારમાં રાજકારણ ગરમાયું

Admin

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

योगी सरकार 2.0: कौन होगा उपमुख्यमंत्री? लोकसभा चुनाव-जातिवाद-पश्चिमी यूपी में संतुलन बनाए रखने के लिए चर्चा में हैं ये नाम

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News
Translate »