હળવદ તાલુકાના ચરાડવા ગામના ઉકરડાના ઢગલામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૪ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે ચરાડવા ગામે કેટી મિલ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દરોડો કર્યો હતો જેમાં સ્થળ પર ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂ બોટલ ૩૪ કીમત રૂ ૧૦,૨૦૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને આરોપી નરવત બચું રાઠવા રહે હાલ ચરાડવા હળવદ મૂળ રહે છોટા ઉદેપુર વાળાને ઝડપી લીધો છે