(જી.એન.એસ) તા.૨૧
ગાંધીનગર,
મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મંત્રીશ્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૧ ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. તેમ, નાયબ સચિવ શ્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.