ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલ ખાતે ૨મત ગમત સ્પર્ધા “ઉડાન ૨૦૨૨”નું આયોજન સંગઠન (WRWWO) દ્વારા કરાયું પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંચાલિત બાલ મંદિર/કિડ્સ હટ સ્કૂલ દ્વારા શનિવારે રેલવે સ્ટેડિયમ ખાતે રમતગમત સ્પર્ધા “ઉડાન ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બાળકોમાં શારીરિક, માનસિક અને સામાજિક કૌશલ્યો વિકસાવવા માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રીંગ રેસ, કિટકેટ રેસ, દેડકા દોડ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ મંડલ રેલ પ્રબંધક મનોજ ગોયલની ઉપસ્થિતિમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગરના પ્રમુખ તુહિના ગોયલ, સેક્રેટરી કિરણ હંસેલિયા, જોઈન્ટ સેક્રેટરી અને સ્કૂલ ઈન્ચાર્જ શિવાંગી જૈન અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાના સભ્યો દ્વારા મશાલ પ્રગટાવવામાં આવી હતી અને વિજેતાઓને પ્રમાણપત્રો અને મેડલ આપવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ મંડલ રેલ પ્રબંધક મનોજ ગોયલની ઉપસ્થિતિમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગરના પ્રમુખ તુહિના ગોયલ, સેક્રેટરી કિરણ હંસેલિયા, જોઈન્ટ સેક્રેટરી અને સ્કૂલ ઈન્ચાર્જ શિવાંગી જૈન અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાના સભ્યો દ્વારા મશાલ પ્રગટાવવામાં આવી હતી અને વિજેતાઓને પ્રમાણપત્રો અને મેડલ આપવામાં આવ્યા હતા.

previous post