Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો



(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

શહેરના ઈસનપુર વિસ્તારમાં લગભગ 20 દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાને અંજામ આપી રાજસ્થાન ભાગી ગયો હતો. આ ઉપરાંત પોતાના કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની હકીકત પણ સામે આવી છે.

આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. 11 માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસેથી 55 વર્ષીય આધેડ પૂનમ દંતાણીની હત્યા કરવામાં આવી હતી, જે હત્યામાં ફરાર આરોપી શંકર મીણાની હિંમતનગર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી શંકરને શંકા હતી કે મૃતક પૂનમને તેની પત્ની સાથે આડા સંબંધ છે. જેને લઈ અગાઉ શંકરની તેની પત્ની અને મૃતક સાથે પણ તકરાર થઈ હતી. જોકે 11 માર્ચની રાત્રે મૃતકે આરોપીને તને પત્ની સાથેના સંબંધોને લઈને ઉશ્કેર્યો હતો. જે બાદ આરોપી શંકરે આધેડ પૂનમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિંમતનગર પાસેથી આરોપી શંકરની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીએ ત્રિશૂળ જેવા હથિયારથી મૃતકને 14 ઘા માર્યા હતા. આરોપીએ કાવતરા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કારણ કે આરોપીએ હત્યા પહેલા પોતાના શરીર પર પ્લાસ્ટિક વીંટ્યુ હતુ. ઉપરાંત મૃતકને માથામાં બોથડ પદાર્થનો ઘા મારી બેભાન કર્યા બાદ મૃતકના કપડા હટાવી તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જે બાદ કપડા સરખા કરી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત હત્યા કર્યા બાદ પોતાના પહેરેલા અને મૃતકના લોહીના ડાઘા વાળા કપડા પોતાના વતન પહોંચી સળગાવી દીધા હતા. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને લઈ તકરાર થતી હતી. જેથી આરોપીની પત્ની હાજર ન હતી તે સમયે હત્યાને અંજામ આપી મકાન બંધ કરીને તે ફરાર થયો હતો.

આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અને મૃતક છેલ્લા 25 વર્ષથી એકબીજાની પાડોશમાં રહે છે અને બંને છૂટક મજૂરી કરતા હતા. પરંતુ હત્યા નીપજાવી આરોપી શંકર અચાનક જ મકાન બંધ કરી જતો રહેતા પોલીસને શંકા ઉપજી હતી. જેથી તેના વતન અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના

Gujarat Desk

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ

Gujarat Desk

બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન

Admin

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

Admin
Translate »