



ખેડૂતોને ખરીફ ઋતુમાં ખાતરનો પુરવઠો મળી રહે એ જરૂરી છે. અત્યારે ખાતરનો જથ્થો પૂરતો હોવાનું સામે આવ્યું છે અત્યારે કોઈ અછત નથી પરંતુ આ પહેલા ખાતરની માંગને લઈને અનેકવાર રજૂઆતો પણ થઈ ચૂકી છે. ઘણીવાર ખાતર ઓછું હોવાની ફરિયાદો પણ સામે આવી છે તો ખાતર ના ભાવ વધવાની વાતો પણ સામે આવી છે. ત્યારે અત્યારે જે પરિસ્થિતિમાં આગામી સમયમાં વધુ ખાતર પૂરતા પ્રમાણમાં ગુજરાત રાજ્યની મળી રહે તેને લઈને પૂરતા પ્રયાસ કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કૃષિમંત્રી રાઘવજીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે બેઠક કરી હતી. રાજ્યમાં ખાતરનો પ્રમાણસર પુરવઠો આપવા બાબતે તેમને રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેમની રજૂઆતને ધ્યાનમાં રાખી મનસુખ માંડવિયા દ્વારા યોગ્ય નિર્ણય ગુજરાતના ખેડૂતોની ધ્યાનમાં રાખી લેવામાં આવી શકે છે.
કૃષિમંત્રીએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ ની પણ મુલાકાત કરી હતી. તેમને ખીજડીયા પક્ષી અભ્યારણને એ રામસર સાઈટ જાહેર કરવા બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્યની અંદર ચણા નું પ્રમાણ ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ત્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સુરતના કેટલાક વિસ્તારોમાં ચણા ની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સમી, હારીજ સુધીના પટ્ટામાં ખેડૂતો દ્વારા ચણા ની વાવણી કરવામાં આવતી હોય છે. જેથી આગામી સમયની માંગને જોઈને ચણાની ખરીદી બાબતે પણ કૃષિ વિભાગને રજૂઆત કરી હતી.