Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં લાઈવ મોકડ્રિલ યોજવામાં આવી

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાણય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે સમજ અપાઇ હતી. આજના આ વૈશ્વિકરણના સમયમાં દરેક ક્ષેત્રમાં દરેક વસ્તુની જાણકારી હોવી જરૂરી છે. આપણે ઘણી વખત જોઇએ છીએ કે કેટલીક વાર અનેક જગ્યાઓ પર આગ લાગવાના બનાવ બનતા હોય છે અનેઘણી વખત આ આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરે છે. આવા સમયે આ આગને કેવી રીતે કાબુમાં રાખવી તે ખૂબ જ જરૂરી છે. આ આગને કાબુમાં રાખવા માટે અલગ-અલગ અગ્નિશામકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલી ચાણક્ય વિદ્યાલચમાં આ અગ્નિશામકો નો ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ મોડ્રીલ યોજવામાં આવી હતી તેમાં વપરાતા ફાયર ઇન્સ્ટિટર અને ફાયરબોલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ ડેમો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ ડેમોમાં મહેશભાઈ ગઢવી તથા ચેતનભાઈ ગઢવી દ્વારા તમામ માહિતી વિસ્તારપૂર્વક આપવામાં આવી હતી. આ મોડ્રિલ યોજવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આવા વિકટ સમયે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે હતો. આ તબક્કે શાળાના ટ્રસ્ટી કમલભાઈ પાઉં, હિતેનભાઈ પાઉં તેમજ અનિલભાઇ બાપોદરા તેમજ શાળાના આચાર્ય દ્વારા આવેલા બન્ને મહેમાનોનો વિદ્યાર્થીઓનો તેમજ સમગ્ર સ્ટાગણનો હ્રચપૂર્વક આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत

Admin

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ

Karnavati 24 News

બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી

Admin

મુંબઇની આર્ટ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત પંચદિવસીય લેન્ડસ્કેપ શિબીરનો શુભારંભ : સમગ્ર આયોજન પોરબંદર ઇનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા

Admin

બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ

Admin

કાશી-કેદારનાથની જેમ બદલાશે બદ્રીનાથ ધામની તસવીર, પીએમ મોદીએ વિતાવી રાત, આ છે વિકાસનો માસ્ટર પ્લાન

Admin
Translate »