Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ

અત્યારે રાજ્ય સરકાર દ્વારા સોલાર લગાવવાને લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં એએમસી દ્વારા પણ લોકોને આ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ  કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નથી. 2014-15ના બજેટમાં મ્યુ. સંચાલિત શાળા મંડળની 200થી વધુ ઇમારતોને સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને 7 વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી સ્કાઉટ ભવન સિવાય લગભગ એક પણ મ્યુનિ. શાળામાં સૌર ઉર્જા નથી. જેને લઈને લાખોના બિલ આવે છે.

એએમસી સ્કૂલ બોર્ડના શાળા મંડળને દર બે મહિને વીજ બીલ પેટે 20થી 30 લાખની રકમ ચૂકવવી પડે છે. જો 2014-15ના બજેટમાં આ શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવી હોત તો 7 વર્ષમાં નગરપાલિકા લાખો, કરોડો બચાવી શકાયા હોત.

એએમસી સ્કૂલ બોર્ડમાં દર બે મહિને રૂ. 20 થી 30 લાખનું લાઈટ બિલ આવે છે. તે ગણતરી પ્રમાણે લાઇટ બિલ વર્ષે 1.20 કરોડથી 1.50 કરોડ આવે છે. હવે જો તે સમયે બજેટમાં દર્શાવ્યા મુજબ જો 1 કરોડ ખર્ચીને સોલાર પેનલ લગાવવામાં આવી હોત તો 7 વર્ષ સુધી આ લાઇટ બિલમાં 9થી 11 કરોડની બચત થઈ હોત.

संबंधित पोस्ट

પાટણ ના મહેમદપુર ગદોસણમાં પરેવીયા વીરદાદાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો

Admin

‘શું કોઈ રાજ્યપાલે આવું કર્યું છે?’, નવ વાઇસ ચાન્સેલરને રાજીનામા આપવાના આદેશથી ભડક્યા શિક્ષણ મંત્રી

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા

Admin

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin