Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી અને પટના પોલીસને સોંપવામાં આવ્યો છે.

સુરતના એક યુવકે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પટના પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ધમકી આપનાર સુરતનો હોવાનું બહાર આવ્યું હતું. પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને જાણ કરતા પોલીસે હ્યુમન સોર્સીસથી ડાયમંડનગર ખાતેથી ધમકી આપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો.

સુરતના એક યુવાનને એવું સુજ્યું કે સીધું જ તેમણે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક બિહારની પટના પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, સુરતમાંથી આ ફોન કોલ આવ્યો છે. ત્યારબાદ પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને સંપૂર્ણ ઘટના સમજાવી જેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી.

તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના હ્યુમન સોર્સીસથી જાણવા મળ્યું હતું કે, ધમકી આપનાર ઈસમ સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં રહે છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તેની ધરપકડ કરી હતી. ધમકી આપનારનું નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું હતું અને તે સુરતમાં છેલ્લા 6 વર્ષથી રહે છે.

આ ઈસમ લુમ્સના મશીનમાં નોકરી કરે છે. ઈસમ દ્વારા ઓનલાઇન નેટવર્કની મદદથી સૌ પ્રથમ તો બિહારના મુખ્ય મંત્રીનો નમ્બર શોધવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન કરી ધમકી આપી હતી.જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંકિત મિશ્રાની ધરપકડ કરી પટના પોલીસને સોંપ્યો હતો. શા માટે ધમકી આપી તેમજ આવી રીતે કોને કોને ફોન કરી ધમકી આપી, એ દિશામાં વધુ તપાસ પટના પોલીસ દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને અગાઉ તપાસ કરતા બિહાર પોલીસને આ યુવકનું ગુજરાતનું લોકેશન મળ્યું હતું ત્યારે આ દિશામાં તપાસ હાથ ધરતા સમગ્ર વિગત સાથે સુરત ખાતે આવી ધરપકડ કરાઈ હતી.

संबंधित पोस्ट

આજે બંગાળમાં જોવા મળશે ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર, IMDએ આપી ચેતવણી, વહીવટીતંત્ર એલર્ટ

Admin

પાટણની રાંકી વાવ ખાતે આદિત્ય ગઢવીના મારા મન મોર બની થનગનાટ કરે ગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Admin

મહારાષ્ટ્ર: બેલગાવી સરહદ વિવાદ પર ગુસ્સે ભરાયા આદિત્ય ઠાકરે, કહ્યું- ‘ગેરબંધારણીય’ શિંદે સરકાર સ્ટેન્ડ લેવામાં સક્ષમ નથી

Admin

કાશી-કેદારનાથની જેમ બદલાશે બદ્રીનાથ ધામની તસવીર, પીએમ મોદીએ વિતાવી રાત, આ છે વિકાસનો માસ્ટર પ્લાન

Admin

બારડોલીના બાબલાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવતા રાજ્ય ગૃહ મંત્રી

Admin

મહારાષ્ટ્ર : ઉદ્ધવે CBI-ED પર કેન્દ્ર પર નિશાન સાધ્યું, સંજય રાઉત શરદ પવારને મળવા પહોંચ્યા

Admin