બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારો એ ફોર્મ ભરવું રાજ્યના યુવાનો બી.એસ.એફ/ભારતીય સેના/અર્ધ લશ્કરીદળો/પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં જોડાઈ શકે અને પોતા ના કૌશલ્ય નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ ના કામમાં કરી શકે તે માટે બી.એસ.એફના 04 મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. બી.એસ.એફના 04 મથકો ભૂજ,ગાંધીધામ,દાંતીવાડા તથા ગાંધીનગર ખાતે 30 દિવસ (240 કલાક)ની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવશે. આ નિવાસી તાલીમ વર્ગ માં જોડાનાર તાલીમા ર્થીને રહેવા-જમવાની સગવડ નિઃશુલ્ક આપવામાં આવશે. પાટણ જિલ્લા ના એસ.એસ.સી પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા 17.12 થી 23 વર્ષની ઉંમરના ફક્ત પુરૂષ ઉમેદવારો કે જેઓ સંરક્ષણ ક્ષેત્રે ભરતી થવાની શારીરિક ક્ષમતા ધરાવતા હોય અને તાલીમ વર્ગમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારોએ પાટણ જિલ્લા રોજગાર કચેરી, પાટણ ખાતેથી ઓફ લાઈન અરજીનો નમૂનો મેળવી દિન-10 માં અરજી કરવાની રહેશે બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ નું આયોજન સમગ્ર પાટણ જીલ્લા ના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું
