Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

ઈટલીમાં કોરોના કેસમાં રેકોર્ડબ્રેક વધારો, એક દિવસમાં પ્રથમ વખત 20 લાખ કેસને પાર

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઈટલીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 219,441 નવા કેસ નોંધાયા છે. અને આ એક દિવસમાં કોરોના કેસમાં સૌથી વધુ વધારો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ગઈકાલથી અત્યાર સુધીમાં 11.3 લાખથી વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે
Corona Pandemic Italy : કોરોના વાયરસ (Corona virus) ફરી એકવાર સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 300 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે આ રોગચાળાને કારણે 54 લાખથી વધુ લોકોએ ઝપેટમાં આવી મૃત્યુ થયું છે. ત્યારે ઇટલી (Italy) પર પણ કોરોનાનો છે કારણ કે એક દિવસમાં પ્રથમ વખત અહીં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

માહિતી આપતા ઈટલી (Italy)ના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 219,441 નવા કેસ સામે આવ્યા છે. અને આ એક દિવસમાં કોરોના કેસમાં સૌથી વધુ વધારો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ગઈકાલથી અત્યાર સુધીમાં 11.3 લાખથી વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પ્રથમ વખત કેસનો આંકડો 2 લાખને વટાવી ગયો
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈટાલીમાં કોરોના કેસમાં એક દિવસના મામલામાં નવો રેકોર્ડ બન્યો હતો કારણ કે બુધવારે 189,109 કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે કોરોનાના 219,441 નવા કેસ નોંધાયા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંબંધિત મૃત્યુની દૈનિક સંખ્યા 231 થી ઘટીને 198 થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2020માં વાયરસ ફેલાયો ત્યારથી ઇટાલીમાં કોરોનાવાયરસને કારણે 138,474 લોકો મોત થયા છે અને અત્યાર સુધીમાં લગભગ 70 લાખ કેસ નોંધાયા છે.દેશમાં હવે કુલ કેસોની સંખ્યા 69.7 લાખને વટાવી ગઈ છે, જ્યારે દેશમાં લગભગ 16 લાખ કોરોના વાયરસના દર્દીઓ છે, જેમાંથી 1,467 દર્દીઓ હાલમાં હોસ્પિટલોમાં (ICU)માં સારવાર લઈ રહ્યા છે.

ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ વેક્સિન પાસ બિલને મંજૂરી આપી
ચર્ચા અને ઉગ્ર વિરોધ પછી, ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીએ આરોગ્ય પાસને રસી પાસમાં બદલવા માટેનું બિલ અપનાવ્યું,જે રસી વગરના લોકોને જાહેર સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે છે.એસેમ્બલીમાં સાંસદોએ બિલને સમર્થનમાં 214 અને વિરુદ્ધમાં 93 વોટ જ્યારે 27 વોટ (ગેરહાજર) સાથે મંજૂર કર્યા હતા. સંસદમાંથી અંતિમ મંજૂરી મેળવતા પહેલા તે આવતા અઠવાડિયે સેનેટમાં જશે.

મેક્સિકોમાં કોરોનાથી વધુ 128 લોકોના મોત થયા છે
દક્ષિણ અમેરિકન દેશ મેક્સિકોમાં મૃત્યુઆંક 3 લાખની નજીક પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, મેક્સિકોમાં કોરોનાને કારણે વધુ 128 લોકોના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક 299,933 પર પહોંચી ગયો છે.

આર્જેન્ટિનામાં પણ કોવિડ-19 કેસનો રેકોર્ડ તૂટી ગયો
આર્જેન્ટિનામાં પણ કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે. આર્જેન્ટિનાએ ગુરુવારે સતત ત્રીજા દિવસે રેકોર્ડ સંખ્યામાં COVID-19 લગભગ 110,000 (109,608), કેસ નોંધ્યા,કારણ કે દક્ષિણ અમેરિકન દેશ અત્યંત ચેપી ઓમિક્રોન પ્રકારને કારણે રોગચાળાના ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે.

આર્જેન્ટિનાએ તાજેતરના મહિનાઓમાં તેના રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે. દેશમાં આ ઝુંબેશની શરૂઆત સ્પુટનિક વી રસી સાથે થઈ હતી, ત્યારબાદ એસ્ટ્રાઝેનેકા અને સિનોફાર્મા અને પછીથી, કેનસિનો, ફાઈઝર અને મોડર્ના રસી ઉમેરવામાં આવી છે.

संबंधित पोस्ट

યુક્રેનની આગમાં રશિયાના પણ હાથ બળ્યા, સૈનિકોને ભારે નુકસાન; મોસ્કોએ જણાવી કરૂણાંતિકા

Karnavati 24 News

યુક્રેનમાં દોડી રહી છે 8 ગુપ્ત હોસ્પિટલ ટ્રેનઃ ટ્રેને અત્યાર સુધીમાં 400 લોકોના જીવ બચાવ્યા છે.

Karnavati 24 News

ભારત પર નવી આફત આવી શકે છે ?? જાણો શું છે કારણ ?? India With Russia ??

Karnavati 24 News

रूस पर भारत के नरम रुख से अमेरिका नाराज: तेल सौदे पर बिडेन का निर्देश: भारत क्वाड का हिस्सा, रूस के साथ सौदा हमारे संबंधों में विश्वास को मिटाएगा

Karnavati 24 News

શું કંગાળ પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા દેશ જેવી થઇ જશે ?

Karnavati 24 News

ઈલોન મસ્કનો નવો નિર્ણય, ટ્વીટમાં લોંગ ફોર્મ ટેક્સ્ટ એટેચ કરી શકશે, ક્રિએટર્સને થશે ફાયદો

Admin
Translate »