કારતક સુદ અગિયારસ ને તારીખ 4 ની મધ્યરાત્રી થી પ્રારંભ થવાનો છે ત્યારે સમગ્ર પરિક્રમા ના રૂટ પર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિક્રમા માર્ગ પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. જીણાબાવાની મઢીથી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા રૂટ પર ચાલી તમામ વ્યવસ્થાનું વહીવટી તંત્રએ નિરીક્ષણ કર્યું હતું. ગિરનાર પરિક્રમા ના બાકી અન્ય રૂટ પર મોટર માર્ગે વ્યવસ્થાઓ તપાસી હતી. મોરબીમાં ઝુલતાપુલની ક્ષમતા કરતાં વધુ લોકો એકત્ર થતાં દુર્ઘટના સર્જાઈ હતી તેમજ પરિક્રમાનના રૂટ પર લાખો યાત્રિકો એકત્ર થવાના હોય જેમાં માળવેલા ની ઘોડી આસપાસમાં રસ્તા ખુબ જ સાંકડા અને જોખમી છે ત્યાં ધક્કા મૂકી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ તમામ શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ એ રિપેર કરેલ રસ્તાઓમાં ક્ષતિઓ જોવા મળી હતી જેને કારણે વનતંત્રને ફરી તમામ રસ્તાઓ રીપેરીંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વનતંત્ર એ તાત્કાલિક આ રસ્તાઓનું રીપેરીંગ કામ પૂર્ણ કરી દેવાનું છે

previous post