Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઝાલોદમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી

આદિવાસી વિસ્તારોમાં થયેલા જનકલ્યાણના કામોની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી ગુજરાતમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, પેસા કાયદાનો સુદ્રઢ અમલ કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૪ હજાર કરતા વધુ ગામોના ૯૦ લાખ આદિવાસીઓને વિશેષ અધિકારો આ સરકારે આપ્યા છે.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, શહેરોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ છાત્રાલયો, એકલવ્ય અને મોડેલ સ્કૂલ્સ, ગોધરામાં ગોવિંદ ગુરુ અને રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરી આદિવાસી છાત્રો માટે શિક્ષણના નવા આયામો આપવામાં આવ્યા છે.
 ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશવિદેશના પ્રવાસીઓ માણે તે માટે કેવડિયા ખાતે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આદિવાસી જિલ્લાના ૧૧ લાખ એકર વિસ્તારને વિવિધ સિંચાઇ યોજનાનો લાભ આપી હરિયાળા બનાવવા સાથે આદિવાસી વિસ્તારના ૯૮ ટકા રેવન્યુ ગામોને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
 શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આદિવાસી બંધુઓને વિકાસના વર્તમાન પ્રવાહો સાથે જોડી ટ્રાયબલ ડેવલપમેન્ટનું એક નવું મોડેલ દુનિયાને આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
ભારતને અંગ્રેજ શાસનમાંથી આઝાદ કરવામાં આદિવાસી બાંધવોનું બલિદાન અનન્ય રહ્યું છે.
રાજ્ય સરકારે આદિવાસીઓના આ બલિદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. પાલ દઢવાવના શહીદોની યાદમાં વન અને ગોવિંદ ગુરુની સ્મૃતિમાં તેમના નામ સાથેની યુનિવર્સિટી ઉપરાંત રાજપીપલા ખાતે રૂ. ૩૪૧ કરોડના ખર્ચથી બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
*મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ હર ઘર તિરંગા અભિયાનમાં સૌને જોડાવા કરેલા આહવાનમા તમામ આદિવાસી બંધુઓને જોડાવા માટે અનુરોધ કર્યો હતો*
આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે કહ્યું કે, આદિજાતિ બાંધવોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા પ્રયત્નોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વધુ બળ આપી રહ્યા છે. તેઓ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા કરી જરૂરી બજેટનું પ્રાવધાન કરી આપે છે.
આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી હોવા પર ભાર મૂકતા શ્રી પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં નવી નવી શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. મેડિકલ, ઇજનેરી કોલજો પણ આ વિસ્તારોમાં મળી રહી છે. આદિવાસી છાત્રોને ઘર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહ્યું છે.
આદિવાસીના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આદિવાસી સમાજના વિકાસનો પાયો મુક્યો છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટેની નેમ વિવિધ વિકાસ કાર્યોની ભેટ થકી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ લીમડી પટ્ટીના ૪૫ ગામોના ૬૬ તળાવો ભરવા માટેની પણ મૌખિક સંમતિ આપી છે.
પ્રારંભમાં આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર શ્રી દિલીપ રાણાએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં કલેકટર ડો.હર્ષિત ગોસાવીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, પૂર્વ ધારાસભ્યો, અગ્રણી શ્રી શંકરભાઈ અમલીયાર, પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, મહેશભાઈ ભુરીયા, બી.ડી.વાઘેલા, નરેન્દ્ર સોની,આદિજાતિ વિભાગના સચિવ ડો.મુરલી ક્રિષ્ના,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી નેહાકુમારી, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

 ગલોલીવાસણાના કોકિલાબેન ઠાકોર હરિફથી 73 મત વધુ મેળવી વિજેતા

Karnavati 24 News

કોંગ્રેસમાં પ્રસ્થાપિત નેતાઓ પાર્ટીમાં તેમના પુત્રને પદ અપાવવા માટે યુવા કાર્યકરોનો ભોગ લઇ રહ્યા છે – વિનય તોમર

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News