Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

પ્રથમ વૉર્મ અપ મેચમાં સૂર્યકુમાર યાદવની આક્રમક અડધી સદી, રોહિત-પંત ફેલ થયા

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનું મિશન ટી-20 વર્લ્ડકપ શરૂ થઇ ગયુ છે. સોમવારે ભારતીય ટીમ પોતાની અન ઓફિશિયલ વોર્મ અપ મેચ રમવા માટે ઉતરી હતી. પર્થમાં ભારતનો મુકાબલો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ભારત ટી-20 વર્લ્ડકપ પહેલા બે અનઓફિશિયલ વોર્મ અપ અને બે ઓફિશિયલ વોર્મઅપ મેચ રમશે. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.

ભારતીય બોલિંગની જ્યારે વારો આવ્યો ત્યારે અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમારે કમાલની બોલિંગ કરી હતી. માત્ર 3 ઓવરમાં જ આ બન્ને બોલરોએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની 11 રનમાં 4 વિકેટ પાડી દીધી હતી.

ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ

ભારતની વોર્મ અપ મેચમાં શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા રિષભ પંત સાથે ઓપનિંગમાં આવ્યો હતો. જોકે, બન્ને ખેલાડી સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વોર્મ અપ મેચમાં રોહિત શર્મા માત્ર 3 રનમાં આઉટ થયો હતો જ્યારે રિષભ પંત 9 અને દીપક હુડ્ડા 22 રન બનાવીને આઉટ થયો હતો.

તે બાદ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે ટીમના સ્કોરને આગળ વધાર્યુ હતુ પરંતુ 100ના સ્કોર પહેલા જ ટીમ ઇન્ડિયા પોતાની ચાર વિકેટ ગુમાવી ચુકી હતી. હાર્દિક પંડ્યાએ અહી 27 રનની ઇનિંગ રમી હતી. સારા ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવે ફરી સારી રમત રમી હતી અને 52 રન બનાવ્યા હતા.

આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે માત્ર 35 બોલમાં 52 રન બનાવ્યા હતા જેમાં 3 ફોર અને 3 સિક્સર સામેલ હતી. આ કમાલની ઇનિંગના દમ પર ભારત એક સમ્માનજનક સ્કોર સુધી પહોચી શક્યુ હતુ. ટી-20 વર્લ્ડકપમાં સૂર્યકુમારનું આ ફોર્મ સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ પાવરપ્લેની 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 29 રન બનાવી લીધા છે. ભારત અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વોર્મ અપ મેચ 12 તારીખે રમાશે.

संबंधित पोस्ट

મયંક અગ્રવાલ: ઓપનિંગ બાદ મિડલ ઓર્ડરમાં પણ નિષ્ફળ, ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર બોલ્ડ થયો

Karnavati 24 News

શરીરનો દુઃખાવો, ઉલટી થવી, પગમાં સોજા આવવા જેવી થઈ હતી તકલીફ

Admin

અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા

Karnavati 24 News

ટીમની કેપ્ટન્સીમાં સતત બદલાવ પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, તેની પાછળનું અસલી કારણ જણાવ્યુ

Karnavati 24 News

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News

અમરેલીના વસંતભાઇ મોવલીયા ની તબિયત નાદુરસ્ત હોય તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

Karnavati 24 News
Translate »