ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા ની નાદુરસ્ત તબિયત હોય સાવરકુંડલાના પટેલ વાડી વજલપરા ખાતે સ્વાસ્થ્ય સુધરી જાય નિરોગી બની જાય એ માટે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે એ માટે ખોડલધામ સમિતિ સાવરકુંડલાના પ્રમુખ દેવચંદભાઈ કપરા સમાધાન પંચ ના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા દિપક ભાઈ બોઘરા ધીરુભાઈ વઘાસીયા સુરેશભાઈ ગજેરા કનુભાઇ ડોબરીયા અતુલભાઇ જાગાણી પ્રવીણભાઈ સાવજ મુકેશભાઈ તેમજ ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિના યુવાનોને બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી મા ખોડીયાર ના ચરણોમાં પ્રાર્થના અને ધૂન બોલાવી તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે ની પ્રાર્થનાઓ કરી હતી. વસંતભાઈ મોવલિયા જેવા સામાજિક સેવાભાવી માણસ છે દરેક લોકોની સતત સેવા કરવાની તેમની ભાવના છે વર્ષો થી લોક સેવા કરતા આવે છે નાના મોટા તમામ લોકો તેમના માટે એક સરખા રાખ્યા છે અમરેલી જિલ્લા માં એક મોટું નામ ધરાવે છે વસંતભાઇ તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલે છે સાવરકુંડલા ના લોકો એ તેમની તબિયત સારી થઈ જાય તે માટે ધુંન અને પ્રાથના કરી હતી
