Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા

ત્રણેય ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ કાર્યકારી કેપ્ટન કે એલ રાહુલ સાથે ભારતીય ટીમે વનડે સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો. આ અગાઉ ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર મળી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે દક્ષિણ આફ્રિકાની નબળી ટીમથી ટેસ્ટ અને વનડે સિરીઝ હારવા છતાં ગભરાવવાની કોઈ જરૂર નથી અને આ ‘અસ્થાયી દોર’ માંથી ટીમ જલદી બહાર આવી જશે. ત્રણેય ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ કાર્યકારી કેપ્ટન કે એલ રાહુલ સાથે ભારતીય ટીમે વનડે સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો. આ અગાઉ ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર મળી.

અચાનક આટલું ખરાબ કેમ રમી રહી છે ટીમ ઈન્ડિયા?
શાસ્ત્રીએ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે એક સિરીઝ હાર્યા બાદ લોકો ટીકા કરવા લાગી જાય છે. તમે દરેક મેચ જીતી શકતા નથી. હાર જીત ચાલ્યા કરે છે. ગત વર્ષ ટી20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. શાસ્ત્રીએ કહ્યું કે તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝનો એક પણ બોલ રમાતો જોયો નથી પરંતુ તેમણે એ સ્વીકારવાની ના પાડી દીધી કે ટીમના પ્રદર્શનના સ્તરમાં ઘટાડો થયો છે.

રવિ શાસ્ત્રીએ આ કારણ આપી ચોકાવ્યા
શાસ્ત્રીએ કહ્યું કે અચાનક પ્રદર્શન ઘટી કેવી રીતે શકે. પાંચ વર્ષ સુધી તમે દુનિયાની નંબર વન ટીમ રહ્યા છો. શાસ્ત્રીએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આ નિષ્ફળતા એક અસ્થાયી દૌર છે. તેમણે કહ્યું કે ‘છેલ્લા પાંચ વર્ષથી જીતનો રેશિયો 65 ટકા રહ્યો છે. તો ચિંતાની શું વાત છે. વિરોધી ટીમોએ ચિંતા કરવી જોઈએ.’ કોહલીએ ટેસ્ટ સિરીઝમાં હારના એક દિવસ બાદ ટેસ્ટ ટીમમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો. શાસ્ત્રીએ કહ્યું કે આ વ્યક્તિગત નિર્ણય છે અને આવા નિર્ણયોનું સન્માન કરવું જોઈએ.

શાસ્ત્રીએ કહ્યું કે આ તેનો નિર્ણય છે. તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. દરેક ચીજનો એક સમય હોય છે. ભૂતકાળમાં પણ અનેક મોટા ખેલાડીઓએ પોતાની બેટિંગ પર ફોકસ કરવા માટે કેપ્ટનશીપ છોડી છે. પછી તે સચિન તેંડુલકર હોય, સુનિલ ગાવસ્કર હોય કે પછી એમ એસ ધોની કે હવે વિરાટ કોહલી.

શું કોહલીના શારીરિક હાવભાવ બદલાઈ ગયા?
એવો સવાલ પૂછવા પર કે કેપ્ટનશીપ ચેપ્ટર બાદ શું વિરાટ કોહલીના શારીરિક હાવભાવ બદલાઈ ગયા છે, શાસ્ત્રીએ કહ્યું કે મે આ સિરીઝનો એક પણ બોલ જોયો નથી પરંતુ મને નથી લાગતું કે વિરાટ કોહલીમાં બહુ ફેરફાર આવ્યો હશે. મેં સાત વર્ષ બાદ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. એક વાત નક્કી છે કે હું જાહેરમાં આપસી મતભેદો વિશે વાત કરતો નથી. જે દિવસે મારો કાર્યકાળ સમાપ્ત થયો, તે દિવસે જ મે સ્પષ્ટ કરી દીધુ હતું કે હું જાહેર મંચ પર આપણા ખેલાડીઓ વિશે વાત કરીશ નહીં.

કોહલી 68માંથી 40 ટેસ્ટ જીતાડીને ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો પરંતુ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. શાસ્ત્રીએ કહ્યું કે એક કેપ્ટનનું આકલન આ આધારે થવું જોઈએ નહીં. શાસ્ત્રીએ કહ્યું કે અનેક મોટા ખેલાડીઓએ વર્લ્ડ કપ જીત્યો નથી. તેનાથી શું થઈ ગયું. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલેએ પણ નથી જીત્યા તો શું તમે તેમને ખરાબ ખેલાડી ગણશો.

BCCI- કોહલી વિવાદ પર આ બોલ્યા શાસ્ત્રી
શાસ્ત્રીએ કહ્યું કે આપણી પાસે કેટલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે. સચિન તેંડુલકરે છ વર્લ્ડ કપ રમ્યા બાદ જીત્યો. આખરે તમારું આકલન તમારા ખેલ અને ખેલના દૂત તરીકે તમારી ભૂમિકાથી થાય છે. તમે કેટલી ઈમાનદારીથી રમ્યા અને કેટલો લાંબા સમય સુધી રમ્યા. કેપ્ટનશીપના મુદ્દા પર બીસીસીઆઈ સાથે કોહલીના મતભેદ અંગે શાસ્ત્રીએ કહ્યું કે સંવાદ મહત્વપૂર્ણ છે. મને નથી ખબર કે તેમની વચ્ચે શું વાતચીત થઈ. હું તેનો હિસ્સો નહતો. બંને પક્ષો સાથે વાતચીત કર્યા વગર હું કઈ કહી શકું નહીં. સૂચનાના અભાવમાં મોઢું બંધ રાખવું જ યોગ્ય રહે છે.

संबंधित पोस्ट

ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ભાગ લેશે

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

ઝીમ્બાબ્વેએ ત્રીજી મેચ જીતી રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશ સામે પ્રથમવાર જીતી ટી-20 સીરિઝ,

Karnavati 24 News

“BCCIમાં દરેકે કોહલીને T20 કેપ્ટન તરીકે રહેવા કહ્યું છે.”

Karnavati 24 News

IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

Karnavati 24 News

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી