સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને નાની મોટી ઇજાઓ થતી હોય છે જેને લઈને સ્થળ પર મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી હતી જેમાં 250 થી વધુ સ્પર્ધકોની નાની મોટી ઈજા થતા તેમની સારવાર પણ કરાઈ હતી તળેટી ખાતે સ્પર્ધા કોને આપવામાં આવેલ સારવાર માંથી મોટાભાગના સ્પર્ધકોને પગના દુખાવા પગમાં સોજા આવી જવાની વધુ સારવાર કરવામાં આવી હતી જુનાગઢ સિવિલના ફિઝિશિયન ડોક્ટર જતીન લુંંગાતર ઓર્થોપેડિક ડોક્ટર કેતન પરમાર દ્વારા સ્પર્ધકોને દુખાવો ઓછો કરવા માટે ડાયકલો સ્પ્રે અને જેલ પગમાં લગાવી સારવાર આપવામાં આવી હતી. સુગર બીપી પણ ચેક કરવામાં આવ્યા હતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલના 15 જેટલા આરોગ્ય કર્મિની મેડિકલ ટીમ સવારે પાંચ વાગ્યાથી સ્થળ પર પહોંચી સ્પર્ધકોની સારવાર માટે હાજર રહી હતી જેમાં સ્પર્ધકોને મેડિસિન ડાયકલો સ્પ્રે અને જેલ પગમાં લગાવી સારવાર આપી હતી 250 થી વધુ સ્પર્ધકોના પગ મચકોડાઈ ગયા હતા. જ્યારે 35 થી વધુ સ્પર્ધકો ને પગ છોલાવા અને ફોડલા ઉપસી જતા તેનું ડ્રેસિંગ કરી આપવામાં આવ્યું હતુ તેમજ સ્પર્ધકોને શરીરના દુખાવા નબળાઈ ઉલ્ટી સાંધા ખેંચાઈ જવાની તકલીફો થઈ હતી
