



યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ તાજેતરમાં ટંકારા તાલુકાના પ્રવાસે પધાર્યા હતા જે કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના ઓટાળા, હરબટીયાળી અને સરદાર લેઉંઆ પાટીદાર સંકુલ એમ ત્રણ સ્થળોની શુભેચ્છા મુલાકાત લીધી હતી
ઓટાળા ગામે મોરબી જિલ્લા યુવા મંત્રી બેચરભાઈ ઘોડાસરાની આગેવાનીમાં ગામ લોકોએ પ્રશાંત કોરાટનું સ્વાગત કર્યું હતું તેમજ હરબટીયાળી ગામે નવનિયુક્ત સરપંચ દેવરાજ સંઘાણી અને ઘરે ગણેશ નમેરાની ટીમ દ્વારા યુવા અધ્યક્ષનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ટંકારા તાલુકાના લેઉવા પાટીદાર અગ્રણી હસુભાઈ દુબરીયા બેચરભાઈ તેમજ અરવિંદભાઈ દુબરીયા મીતાણા ના સરપંચ મયુરભાઈ તેમજ વગેરે લેવા પાટીદાર આગેવાનો દ્વારા સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું