અરવલ્લી જિલ્લામાં વિજય દશમીના પવન પર્વ નિમિત્તે નવીન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત દરમ્યાન જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે લોકોનો આભાર માન્યો અને જણાવ્યુકે લોક ભાગીદારીથી બનનાર આ પોલીસ ચોકી ૨ માળની હશે જેને બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. ૨૦ લાખ થશે. આગામી ૪ મહિનામાં આ પોલીસ ચોકી તૈયાર થઈ જશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે એ પણ જણાવ્યું કે શહેરીજનો, વડીલો અને વેપારીઓના માર્ગદર્શન અને સહયોગથી આ પોલીસ ચોકી તૈયાર થવા જઈ રહી છે. લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવશે. પબલીક એ જ પોલીસ છે અને પોલીસ એ જ પબલિક છે આ ભાવના લોકોમાં જળવાઈ રહે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુભાષ શાહ , રેડકરોસ સોસાયટીના આગેવાન ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુભાષ શાહ , રેડકરોસ સોસાયટીના આગેવાન ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
