Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઘરમાં જ પાકિસ્તાનનો પરાજય, ઇંગ્લેન્ડે 4-3થી ટી-20 સીરિઝ જીતી રચ્યો ઇતિહાસ

ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતે સતત બે સીરિઝ પોતાના નામે કરી છે, પહેલા ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતના પાડોશી પાકિસ્તાન પોતાના ઘરમાં જ હારી ગયુ છે. ઇંગ્લેન્ડે 7 ટી-20 મેચની એક સીરિઝ 4-3થી પોતાના નામે કરી લીધી છે અને ઇતિહાસ રચી દીધો છે.

લાહોરમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સીરિઝની અંતિમ ટી-20 મેચ રમાઇ હતી. અહી ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 142 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 78 રનની ઇનિંગ રમી હતી જેમાં 8 ફોર અને 3 સિક્સર સામેલ હતા.

અંતમાં ફરી એક વખત હેરી બ્રૂક ચમક્યો હતો, જેને 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ ધમાકેદાર ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડ 209 રનના સ્કોર સુધી પહોચી શકી હતી. જો પાકિસ્તાનની વાત કરીએ તો મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની જોડી અહી ફેલ થઇ હતી, બન્ને ડબલ અંક સુધી પણ પહોચી શક્યા નહતા જેને કારણે પાકિસ્તાનની બેટિંગ લાઇન અપ ફ્લોપ થઇ ગઇ હતી.

પાકિસ્તાન તરફથી શાન મસૂદે 56 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી માત્ર 3 બેટ્સમેન જ ડબલ અંક સુધી પહોચી શક્યા હતા. આ કારણે પાકિસ્તાન માત્ર 20 ઓવરમાં 142 રન જ બનાવી શક્યો હતો.

કરાચી અને લાહોરમાં રમાયેલી આ ટી-20 સીરિઝમાં કમાલની મેચ જોવા મળી હતી. પુરી સીરિઝમાં રન વરસ્યા હતા, બન્ને ટીમો તરફથી જ બેટ્સમેન અને બોલર્સે કહેર કર્યો હતો. સીરિઝની બરાબરી પર ચાલી રહી હતી અને પછી રવિવારે અહી ફાઇનલ મેચ રમાઇ હતી. ઇંગ્લેન્ડ કેટલાક વર્ષ પછી પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવ્યુ હતુ, જ્યા સીરિઝ તેને પોતાના નામે કરી હતી.

પાકિસ્તાન-ઇંગ્લેન્ડ સીરિઝનું પરિણામ

પ્રથમ ટી-20- ઇંગ્લેન્ડ 6 વિકેટે જીત્યુ
બીજી ટી-20- પાકિસ્તાન 10 વિકેટે જીત્યું
ત્રીજી ટી-20- ઇંગ્લેન્ડ 63 રને જીત્યું
ચોથી ટી-20- પાકિસ્તાન 3 રને જીત્યું
પાંચમી ટી-20- પાકિસ્તાન 6 રને જીત્યું
છઠ્ઠી ટી-20- ઇંગ્લેન્ડ 8 વિકેટે જીત્યું
સાતમી ટી-20- ઇંગ્લેન્ડ 67 રને જીત્યું

संबंधित पोस्ट

ટેનિસ સ્ટાર રોજર ફેડરરે લીધો સંન્યાસ, 20 ગ્રાન્ડ સ્લેમ સાથે શાનદાર કરિયરનો અંત

Karnavati 24 News

IND Vs ENG: રોહિત શર્મા અને શિખર ધવને બનાવ્યો રેકોર્ડ, હવે સચિન- ગાંગુલીના રેકોર્ડ પર

Karnavati 24 News

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન

T20 વર્લ્ડ કપ: 10 એવી બાબતો જે સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા માટે T20 વર્લ્ડ કપ જીતવો અસંભવ જ હતો

Karnavati 24 News

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકને ફિટ નથી માનતા, કારણ પણ જણાવ્યું

Karnavati 24 News

T20 વર્લ્ડકપમાં બુમરાહનું સ્થાન લેવા માટે ત્રણ બોલર વચ્ચે રેસ, જાણો કોણ મારશે બાજી