Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

36 National Games Gujarat 2022 : અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા દ્વારા રમતોત્સવ ૨૦૨૨ની ભવ્ય ઉજવણી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ના લોગોનુ ગુજરાતના અમદાવાદ શહેર ખાતે અનાવરણ કરાયું હતું. જ્યાં આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ગુજરાત નેશનલ ગેમ્સના આયોજનનું કેન્દ્ર બનશે. જ્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સનો પ્રારંભ થશે. ત્યારે આ અનુસંધાને પ્રાથમિક શાળાના બાળકોમા વિવિધ રમતો અંગે જાગૃતિ ફેલાય તથા બાળકો રમતો રમી તંદુરસ્ત અને આનંદીત રહે તે હેતુથી સુરતની અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી  શેખ ઝહુર સાહેબના માર્ગદર્શન હેઠળ બે દિવસીય રમતોત્સવ ૨૦૨૨નું  સુંદર આયોજન હાથ ધરાયું હતું.જેમા રમતોત્સવના કન્વિનર તરીકે શફીક સર તથા આસીફ સરે સરસ ભૂમિકા ભજવી હતી. આ સાથે તમામ શિક્ષક ગણના સાથ સહકારથી કાર્યક્રમ આગળ વધ્યો હતો.

 

જ્યાં મહત્વનું છે એ છે કે અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા દ્વારા રમતોત્સવ ૨૦૨૨ની ભવ્ય ઉજવણીમાં  અતિથિ વિશેષ તરીકે સુરત શહેરની અર્ધ સરકારી એવી સ્મિમેર મેડિકલ કોલેજના ડૉ. અરુનિમા બેનરજી તથા શ્રી રાજેન્દ્રકુમાર પટેલ સાહેબે શાળામાં પધારી બાળકોને  રમતોત્સવ સંદર્ભે પ્રોત્સાહિત કરી ઇનામ આપ્યા હતા.

 

મહત્વનું છે કે જ્યાં બે દિવસીય યોજાયેલ રમતોત્સવ ૨૦૨૨ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. શાળાના મેદાનમાં અનેરા ઉત્સાહ અને આનંદના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.  જેમાં બાળકોએ સ્લો સાઇકલ, લીંબુ ચમચી, સંગીત ખુરશી,ફૂગ્ગા ફોડ,દોડ, લંગડી,સિક્કા ખોજ, વેશભૂષા,ભમરડા,લખોટી વગેરે જેવી રમતોમાં ઉત્સાહ સાથે ભાગ લઇ વિજેતા બન્યા હતા. જ્યાં છેલ્લે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર માની રમતોત્સવને સંપન્ન  કર્યો હતો.

संबंधित पोस्ट

IPL: 11 વર્ષ બાદ IPL રમવા ઉતર્યો આ બેટ્સમેન, ગુજરાત માટે રમી શાનદાર ઇનિંગ

Karnavati 24 News

અમરેલીના વસંતભાઇ મોવલીયા ની તબિયત નાદુરસ્ત હોય તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

Karnavati 24 News

બેન સ્ટોક્સની નિવૃતિથી પરેશાન સાઉથ આફ્રિકન સ્ટાર, કહ્યુ- ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ

Karnavati 24 News

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News

બેયરસ્ટો-ઓવરટને 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યોઃ બંનેએ ઈંગ્લેન્ડ માટે 7મી વિકેટ માટે કરી સૌથી મોટી ભાગીદારી, ટીમનો સ્કોર 264/6 હતો

Karnavati 24 News

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન

Translate »