Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IPL 2022 તમામ ટીમોએ જાહેર કરી દીધા કેપ્ટન, આ બે ટીમોએ વિદેશી ખેલાડીને બનાવ્યા કેપ્ટન

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રથમ મેચ 26 માર્ચે રમાશે. આ વખતે આઈપીએલમાં દસ ટીમો ભાગ લઈ રહી છે અને તમામ ટીમોએ પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.

શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના કેપ્ટનની જાહેરાત કરી અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને તેમનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ વખતે ફાફ વિરાટ કોહલીનું સ્થાન લેશે, જેણે ગત સિઝન બાદ કેપ્ટન પદ છોડ્યું હતું.

આ વખતે ચાર ટીમોની કેપ્ટનશીપ વિકેટકીપરના હાથમાં છે જ્યારે બે ટીમ એવી છે કે જેના કેપ્ટન વિદેશી છે. અન્ય તમામ આઠ ટીમોના કેપ્ટન ભારતીય છે.

 

  1. મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા
  2. ચેન્નાઈ સુપર કિંગ્સ- મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર)
  3. કોલકાતા નાઈટ રાઈડર્સ- શ્રેયસ અય્યર
  4. સનરાઇઝર્સ હૈદરાબાદ – કેન વિલિયમસન (NZ)
  5. દિલ્હી કેપિટલ્સ- ઋષભ પંત (વિકેટકીપર)
  6. રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન (વિકેટકીપર)
  7. ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
  8. લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ (વિકેટકીપર)
  9. પંજાબ કિંગ્સ- મયંક અગ્રવાલ
  10. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા)

આ વખતે આઈપીએલ 2022 ભારતમાં રમાશે અને તમામ લીગ મેચો ચાર સ્ટેડિયમમાં યોજાશે. તમામ લીગ મેચો મુંબઈના ત્રણ સ્ટેડિયમ અને પુણેના એક સ્ટેડિયમમાં રમાશે. આ નિર્ણય કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

લીગ મેચ 26 માર્ચથી શરૂ થશે, જે 22 મે સુધી ચાલશે. આ પછી પ્લેઓફ મેચો રમાશે, જ્યારે ફાઈનલ 29 મેના રોજ યોજાશે. આ વખતે દસ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ગ્રુપ-Aમાં મુંબઈ, કોલકાતા, રાજસ્થાન, દિલ્હી, લખનૌનો સમાવેશ થાય છે. જ્યારે ચેન્નાઈ, બેંગલુરુ, ગુજરાત, હૈદરાબાદ અને પંજાબ ગ્રુપ બીમાં છે.

संबंधित पोस्ट

કોલકાતા પહોચતા જ ઝૂલન ગોસ્વામીનું થયુ ભવ્ય સ્વાગત, મહિલા IPLને લઇને જણાવ્યો પ્લાન

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

Karnavati 24 News

UP Open 2022: Iga Swiatek એ પોતાનું ત્રીજુ ગ્રાન્ડ સ્લૈમ જીત્યુ, યુએસ ઓપનની ફાઇનલમાં Ons Jabeurને આપી હાર

રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી

Karnavati 24 News

14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નડાલઃ સેમિફાઇનલના બીજા સેટ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એલેક્ઝાન્ડર ઝવેરેવ ક્રેચ પર આવ્યો અને પ્રેક્ષકોને અલવિદા કહ્યું

Karnavati 24 News

વિરાટ કોહલીના નિશાના પર કોચ રાહુલ દ્રવિડનો મોટો રેકોર્ડ, ટી-20માં કેપ્ટન રોહિત શર્મા પહેલા મેળવશે સિદ્ધિ