Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સંતરાની છાલમાંથી આ રીતે બનાવો ટેસ્ટી શાક, હેલ્થ માટે છે ખૂબ ગુણકારી

તમે ક્યારે પણ સંતરાની છાલનું શાક ધરે બનાવ્યુ છે? આ શાક ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. ડાયાબિટીસના લોકો માટે આ શાક સૌથી બેસ્ટ છે. આ શાક ખાસ કરીને દક્ષિણ ભારતમાં બહુ ફેમસ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આ શાક સૌથી વધારે બને છે. આ શાક તમે પરાઠા સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ શાક.

સામગ્રી

5 કાપેલા સંતરાની છાલ

1 મોટી ચમચી આંબલીનો રસ

2 નાના કટકા ગોળ

રસમ પાવડર

મીઠું

તેલ

રાઇ

હળદર

હિંગ

મીઠો લીમડો

  • સંતરાની છાલમાંથી શાક બનાવવા માટે સૌ પ્રથમ સંતરાને ધોઇ લો અને એમાંથી છાલ કાઢી લો.
  • હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, હિંગ અને મીઠા લીમડાના પાન નાંખો.
  • ત્યારપછી સંતરાની છાલ નાંખો.
  • આમ, આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
  • 3 થી 4 મિનિટ સુધી આ મિશ્રણને ધીમા ગેસે થવા દો.
  • પછી આમાં આંબલીનો રસ મિક્સ કરો.
  • હવે જરૂરમુજબ પાણી નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એમાં મીઠું નાંખો.
  • મીઠું નાંખ્યા પછી હળદર અને લાલ મરચુ નાંખો.
  • આ મસાલા કર્યા પછી ગોળ એડ કરો.
  • ગોળ નાંખ્યા પછી આ શાકને ઢાંકીને 10 મિનિટ માટે ધીમા ગેસે થવા દો. ગેસ ફાસ્ટ કરવાનો નથી. જો તમે ગેસ ફાસ્ટ કરશો તો શાક ચડશે નહિં અને સ્વાદ બરાબર નહિં આવે.
  • વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહો કે એમાં પાણી છે કે નહિં. જો પાણી ના હોય કે ઓછુ હોય તો તમે એમાં થોડુ-થોડુ પાણી એડ કરતા જાવો.
  • 10 મિનિટ રહીને જોઇ લો શાક થઇ ગયુ કે નહિં.
  • શાક થઇ ગયુ હોય તો એક બાઉલમાં લઇ લો.
  • જો તમે ઇચ્છો છો તો આમાં ઉપરથી કોથમીર એડ કરી શકો છો.

 

संबंधित पोस्ट

સાડીના વિવાદ માટે જીટીયુના પૂર્વ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે થશે તપાસ

Admin

56 दिन बाद गाजियाबाद को मिला स्थाई एसएसपी : अस्थाई कैप्टन मुनिराज बने स्थाई, पलाश बंसल बने अलीगढ़ के एसपी

Karnavati 24 News

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

 Indian Army: ग्रुप सी के पदों के लिए की जा रही भर्ती, जानिए आवेदन की अंतिम तिथि

Karnavati 24 News

Laying Off Employees: गूगल में बड़े स्तर पर हो सकती है कर्मचारियों की छंटनी, कंपनी ने दी चेतावनी

JEE Mains & Advanced: परीक्षा में बड़ा बदलाव, नए बोर्ड को मिली परीक्षा की जिम्मेदारी

Karnavati 24 News