Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ક્રેસંટ, ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા પાદરદેવકી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવ સંદર્ભે તડામાર તૈયારીઓ

ભાવનગર શહેર-જિલ્લામાં ગણેશોત્સવ ઉજવવા ભાવિકોમાં ભારે થનગનાટ – ગોહિલવાડમાં ગણેશ ઉત્સવનું આકર્ષણ વધ્યુ – ક્રેસંટ, ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા પાદરદેવકી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવ સંદર્ભે તડામાર તૈયારીઓ ભાવનગર : દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાના મહામહોત્સવ શ્રાવણ માસ બાદ વિઘ્નહર્તા દેવની આરાધનાના મહામહોત્સવ ગણેશ ઉત્સવ ઢુંકડો આવી પહોંચ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડમાં યોજાનાર ગણેશ મહોત્સવને લઈને ભાવીકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.ગોહિલવાડમાં પરંપરાગત રીતે આ વર્ષે પણ અસંખ્ય સ્થળોએ જાહેર ઉજવણીના આયોજન કરાયેલ છે. જન્માષ્ટમીના તહેવાર બાદ હવે મંગલમુર્તિ ગણેશજીની રંગેચંગે આરાધના કરવા માટે ભાવિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. ગણેશ ઉત્સવ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં જવાહર મેદાન, ચિત્રા, તળાજા રોડ તેમજ ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં કારીગરો દ્વારા ગણેશજીની નાની મોટી સાઇઝની મૂર્તિઓનુ નિર્માણકાર્ય, રંગરોગાનનું કાર્ય પુરજોશમાં શરૂ છે. આ સાથે શહરે તેમજ જિલ્લાની વિવિધ બજારોમાં ગણેશજીના વિવિધ પ્રકારના સ્વરૂપોની તેમજ અવનવી ડિઝાઈનની ગણેશજીની મૂર્તિઓનું એડવાન્સ બુકીંગ અને વેચાણમાં પણ ક્રમશ વૃધ્ધિ થઈ રહી છે. બજારમાં રૂા ૧૦૦ ની નાની સાઈઝની સાદીથી લઈને અંદાજે રૂા ૧૫ થી ૨૦ હજાર સુધીની મુર્તિઓ વેચાણકેન્દ્રોમાં જોવા મળી રહી છે. સ્થાનિક રહિશોમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવા તરફ પણ સારે એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ હવે કોરોના હળવો થતા આ વર્ષે ગણેશ ઉત્સવના આયોજનમાં બમણો વેગ આવશે.ભાવનગર શહેરમાં ઘોઘાસર્કલ મિત્રમંડળ દ્વારા ૧૪ માં ગણપતિ ઉત્સવ ઉજવાશે. તા.૩૦ ને મંગળવારે રાત્રે ૯ કલાકે સ્થાપન યાત્રા યોજાશે. આ પ્રસંગે નામી અનામી સંતો મહંતો ઉપસ્થિત રહેશે.દિવડી ગૃપ રૂપાણી સર્કલ પરિવાર દ્વારા રૂપાણી ખાતે ૨૫ મો ગણેશ ઉત્સવનો આગામી તા.૩૧ ને બુધવારથી પ્રારંભ થશે. બુધવારે સવારે ૧૦ કલાકે ગણેશ સ્થાપન કરાશે. જયારે વડવા પાદરદેવકી યુવક મિત્રમંડળ દ્વારા ૧૩ માં ગણપતિ ઉત્સવનો તા.૩૧મીથી પ્રારંભ થશે. તા.૩૧મીએ બપોરે ૩.૩૦ કલાકે વડવા પાદરદેવકીથી ધામધૂમથી શોભાયાત્રા નિકળશે. શહેરમાં 14 ફૂટની ઉંચાઈની ગણેશજીની મૂર્તિનુ સ્થાપન કરાશે સેતુબંધ ઘોઘાસર્કલ મિત્રમંડળ દ્વારા શહેરના સર પટ્ટણી રોડ પર એચ.સી.જી. હોસ્પિટલ સામે, કળશ ફલેટ પાસે તા.૩૧.૮ ને બુધવારથી તા.૯.૯ ને શુક્રવાર દરમિયાન ૧૪ મો સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાશે. મંગળવારે રાત્રે ૯ કલાકે આગમન યાત્રા યોજાશે.ગણપતિજીની આ મૂર્તિની વિશેષતા એ છે કે, ભાવનગરમાં પ્રથમ વખત અંદાજીત ૧૪ ફૂટની ઉંચાઈ ધરાવતી મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ કિલોની વજન ધરાવતા આ ગણપતિબાપાની મૂર્તિના ધોતી, ખેસ અને કમરપટ્ટો રેશમના વસ્ત્રથી તૈયાર કરાયેલ છે.

संबंधित पोस्ट

Weight Loss By Lemon Water: શું લીંબુ પાણી ખરેખર તમારું વજન ઓછું કરે છે? અહીં સત્ય જાણો

Karnavati 24 News

કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા ખાઓ ‘કાચી કેરી’નું રાયતું, જાણો કેવી રીતે બનાવશો ઘરે

Karnavati 24 News

યુવાઓ ભારત માટે સ્પષ્ટ લાભ બની શકે છે ,જાણો અમારી સાથે.

Karnavati 24 News

જાણો ભારત દેશની અંદર નેત્રદાન કેટલું થઈ રહ્યું છે, કેટલા લોકો કોર્નિયાની બીમારીનો સામનો કરી રહ્યા છે

Karnavati 24 News

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા માં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે વસ્તુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

Karnavati 24 News

કપાળ પર સિંદૂર લગાવવાની આ ભૂલ ક્યારેય ન કરો, છીનવાઈ જશે ઘરની સુખ-શાંતિ!

Karnavati 24 News