Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

પિરીયડ્સ સમયે બહુ થાય છે દુખાવો? તો રોજ એક કટકો ખાઓ ગોળ, જાણો બીજા ફાયદાઓ

દરેક લોકોના રસોડામાં ગોળ હોય છે. ગોળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ખાસ કરીને મહિલાઓ માટે ગોળ બહુ ફાયદાકારક છે. નિયમિત રીતે તમે ગોળનું સેવન કરો છો તો મહિલાઓના શરીરમાં આવતી નબળાઇ, આયરનની ઉણપ અને સાથે હોર્મોનલ સમસ્યાઓ પણ દૂર થાય છે. ગોળમાં આયરનનો સ્ત્રોત બહુ સારો હોય છે. તો જાણી લો તમે પણ ગોળ ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે..

  • મહિલાઓ દર મહિને પિરીયડ્સમાં થાય છે. આ માટે ગોળ બહુ ફાયદાકારક છે. ગોળનું નિયમિત સેવન કરવાથી પિરીયડ્સમાં થતો દુખાવો, ઓછુ બ્લડિંગ આવવું..જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. ગોળ ખાવાથી પિરીયડ્સ પહેલા થતા ક્રેમ્પ પણ દૂર થાય છે. આ સાથે જ મહિલાઓને પિરીયડ્સ સમયે થતા મુડ સ્વિંગ્સને પણ સારા બનાવવાનું કામ કરે છે.
  • દરરોજ જમ્યા પછી ગોળ ખાવાથી મહિલાઓના અસંતુલિત હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ મળે છે. થાઇરોઇડ, પીસીઓએસ જેવી બીમારીઓમાંથી રાહત મેળવવા માટે દરેક મહિલાઓએ જમ્યા પછી એક કટકો ગોળનો ખાવો જોઇએ. પરંતુ કોઇ પણ બીમારીમાં ગોળનું સેવન કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ લઇ લો.
  • મહિલાઓમાં એનિમીયાની સમસ્યા પણ ગોળ ખાવાથી દૂર થાય છે.
  • નિયમિત રીતે તમે ગોળનો એક કટકો ખાઓ છો તો પાચનક્રિયા પણ સારી થાય છે. ગોળ ખાવાથી જમવાનું સરળતાથી પચી જાય છે. આ સાથે જ ડાઇજેસ્ટ સિસ્ટમ પણ સારી થાય છે. ગોળ તમારા પેટમાં મળને જમા થવા દેતો નથી જેના કારણે તમને કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે. રોજ તમે એક કટકો ગોળ ખાઓ છો તો મળત્યાગ દરમિયાન થતી સમસ્યાઓમાંથી રાહત મળે છે.
  • રોજ ગોળનો એક કટકો બાળકોને પણ ખવડાવવો જોઇએ. રોજ ગોળ ખાવાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.

संबंधित पोस्ट

તમારી આ જ આદતો વાળને કરે છે નુકસાન, મહેરબાની કરીને આ આદતો ભુલી જાવ…

Karnavati 24 News

લગ્ન કે કોઇ ફંક્શનમાં હોટ દેખાવું હોય તો ટ્રાય કરો આ બ્લાઉઝ, સાડી હેવી લાગશે

Karnavati 24 News

ડાબા પડખે ઊંઘવાથી નથી થતી આ તકલીફો, ફાયદાઓ જાણીને તમે પણ છક થઇ જશો

Karnavati 24 News

ડોક વ્રણ સતત લેપટોપ અથવા ડેસ્કટોપ પર કામ કરે છે? તો આ ઉપાયથી રાહત મળશે

Karnavati 24 News

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે ‘સોજીની રોટલી’, જાણો કેવી રીતે બનાવશો ઘરે

Karnavati 24 News

જો તમને જમ્યા પછી ફળ ખાવાની આદત હોય તો પહેલા આ જાણી લો! નહીં તો ડૉક્ટરનો હાથ પણ નહીં પકડે!

Karnavati 24 News
Translate »