Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

સરકારી ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેંકમાં ડિપોઝીટ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, SBIએ 2 કરોડ રૂપિયા અને તેનાથી વધારેના ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી દીધા છે. બેંક દ્વારા વધારવામાં આવેલા આ નવા વ્યાજદર 15 જૂલાઈ 2022થી લાગૂ પડશે.

બેંકના જણાવ્યા અનુસાર 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર બેંક 3.50 ટકાના દરે વ્યાજ આપવાનું ચાલુ રાખશે, તો વળી 46 દિવસામં 179 દિવસમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4 ટકાના વ્યાજદર છે. આ ઉપરાંત 180 દિવસથી 210 દિવસ સુધી મેચ્યોર થનારી ડિપોઝિટ પર એસબીઆઈ 4.25 ટકાના વ્યાજ દર આપવાનું ચાલુ રાખશે.

આવી જ રીતે 211 દિવસથઈ એક વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝિટ પર વ્યાજ દર 4.50 ટકા પર સ્થિર છે. તો વળી 1 વર્ષથી 2 વર્ષના ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર હવે 5.25 ટકા વ્યાજદર મળશે, જે પહેલા 4.75 ટકા વધારો હતો.

બેંક 2 વર્ષથી 3 વર્ષની ઓછા સમયમાં મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.25 ટકા અને 3 વર્ષ તથા 10 વર્ષ સુધી મેચ્યોર થનારી ડિપોઝીટ પર 4.50 ટકાના દરથી વ્યાજ દર ચાલુ રાખશે.

આપને જણાવી દઈએ કે, બેંક ગત વખતે 14 જૂન 2022ના રોજ 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર પોતાના વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. એસબીઆઈ હવે 7 દિવસથી 10 વર્ષોમાં મેચ્યોર થનારી જમા પર 2.90 ટકાથી 5.50 ટકાના હિસાબે વ્યાજ આપશે.

IDBI બેંકના વ્યાજદર

2 કરોડથી ઓછી ડિપોઝીટ પર આઈડીબીઆઈ બેંકે વ્યાજ દર વધારી દીધું છે. બેંકની વેબસાઈટ જણાવે છે કે, વધેલા વ્યાજ દર 14 જૂલાઈ 2022થી લાગૂ છે. બેંક 7 દિવસથી 30 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 2.70 ટકા વ્યાજદર આફશે, જ્યારે આઈડીબીઆઈ બેંક 31 દિવલથી 45 દિવસમાં મેચ્યોર થનારી જમા પર 3.00 ટકાના વ્યાજદર આપશે.

संबंधित पोस्ट

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

સરકારી નોકરીઓ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ 66 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારોએ 19 જુલાઈ સુધીમાં અરજી કરવી જોઈએ.

Karnavati 24 News

પ્રાકૃતિક ખેતીના આ મિશનને સતત નજીકથી જોઈ રહ્યો છું અને પ્રગતિ જોઈને મને ખરેખર આનંદ થાય છે PM

Karnavati 24 News

ટ્રાફિક ડ્રાઇવ બાદ હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો માટે પણ 5 દિવસ ડ્રાઇવ ચલાવવામાં આવશે

Karnavati 24 News

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News