Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

 

  અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને   બાગાયત કચેરી દ્વારા જે ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફળઝાડના વાવેતર માટે સહાય મેળવી હોય તેવા સહાય મેળવનાર લાભાર્થીઓને બીજા-ત્રીજા વર્ષના હપ્તાની રકમ ચૂકવવામાં આવી રહી છે. આ રકમની ચૂકવણી માટે નાયબ બાગાયાત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે

. જે ખેડૂતોએ બીજા – ત્રીજા વર્ષ માટે ફળ પાક વાવેતરમાં સહાય માટે અરજીઓ કરવાની બાકી હોય તેમણે પુરાવાઓ સાથે તા.૩૧/૮/૨૦૨૨  સુધીમાં આ માટે અરજી કરવી. વધુ માહિતી માટે બાગાયત કચેરીનો સંપર્ક કરવો. આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીજિલ્લા બાગાયત કચેરીસરદાર ચોકચક્કરગઢ રોડઅમરેલી ખાતે સંપર્ક કરવા અને અરજીઓ મોકલાવી આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે. બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

संबंधित पोस्ट

છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધારી ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી

Gujarat Desk

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

Gujarat Desk

કોન્સ્ટેબલને બાતમી મળતા રાજકોટના જામકંડોરણામાંથી દારૂની ૮ પેટી સાથે બે શખ્સ ઝડપાયા

Karnavati 24 News

જિલ્લામાં ભૂસ્તરતંત્રની સરાહનીય કામગીરી : ત્રણ દિવસમાં પાંચ વાહનો મળી કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

Gujarat Desk

પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ

Gujarat Desk

ભાવનગર શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી

Gujarat Desk
Translate »