Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ધોરાજીનો ભાદર -૨ ડેમ અને જેતપુરનો છાપરવાડી -૨ ડેમ ઓવરફ્લો : બન્નેના દરવાજા ખોલાયા

છાપરવાડી-૨ ડેમની આસપાસના ૭ ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સુચન રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાના છાપરવાડી-૨ ડેમ હાલ નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. હાલ ડેમમાં ૧૪૫૦ કયુસેક પ્રવાહની આવક અને હાલ ડેમમાંથી ૧૪૫૦ કયુસેક પ્રવાહ છોડવામાં આવે છે.જળાશયની ભરપુર સપાટી ૯૮.૩૮ મી. જળાશયની હાલની જળસપાટી ૯૮.૩૮ મી. છે. છાપરવાડી-૨ ડેમની આસપાસના હેઠવાસ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા,પ્રેમગઢ લુણાગરી,રબારીકા સહિતનાં ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા જણાવાયું છે. ધોરાજીનો ભાદર-૨ ડેમ ઓવરફલો, ૧૯ ગામોને કરાયા એલર્ટ ધોરાજી, ઉપલેટાના હેઠવાસના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા સુચના રાજકોટ, તા.૧૭ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -૨ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે. ડેમના ૫ દરવાજા ૩.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૨૪૨૨૭ કયુસેક પાણીની આવક સતત ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા જણાવાયું છે.

संबंधित पोस्ट

शरीर में महीनों तक ऐसे रहता है कोरोना का असर, जानें लॉन्ग कोविड के क्या हैं लक्षण

Karnavati 24 News

પોરબંદર જિલ્લાની સોરઠી સિંચાઈ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કરી માંગ

Karnavati 24 News

બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી !

Karnavati 24 News

 મધ્ય ગુજરાતમાં ભારે રસાકસી, વડોદરાની 260 અને છોટાઉદેપુરની 230 પંચાયતોની મતગણતરી

Karnavati 24 News

न्यूज़रीच ने स्टार्टअप स्टेयर्स द्वारा की गई पहल `ग्रोथ एक्सिलरेशन प्रोग्राम विद 4आई’ के अंतर्गत फंड जुटाया.

Admin

रक्षक या भक्षक? दो सुरक्षा कर्मियों ने किया एक महिला के साथ रेप

Karnavati 24 News
Translate »