Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી હતી 102 વર્ષ પૂર્વે મહારાજા ગાયકવાડે માં બહુચરને આ દિવસે ધજા ચડાવી હતી ત્યારે આજના દિવસને જીવંત રાખવા ક્ષત્રિય સમાજ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આજરોજ યોજવામાં આવેલા આ કાર્યકમમાં કટોસણ સ્ટેટના રાજવી, ધર્મપાલસિંહ તેમજ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ધજા આરોહણમાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ધજા આરોહણ પ્રસંગે ક્ષત્રિય સમાજની યુવતીઓ એ તલવાર બાજી કરી ઉપસ્થિત લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા આજરોજ આ કાર્યકમમાં મહેસાણા જિલ્લા સહિત પાટણ વિરમગામ બનાસકાંઠા અમદાવાદ સહિત અનેક વિસ્તારમાંથી આજરોજ લોકો અહીં આવ્યા હતા  આજરોજ યોજાયેલ આ કાર્યકમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગેવાનો સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું  બે લાખ ક્ષત્રિયોનું અધિવેશનનું આયોજન પણ કરવાના છીએ અને તમામ પક્ષોને અમે દબાણ કરીશું કે જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની બહુમતી હોય ક્ષત્રિય રાજપૂત સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે એ બાબતે પણ અમે ચિંતા કરીશું

संबंधित पोस्ट

नवरात्री में व्रत करने से मिलते हैं गजब के फायदे

Karnavati 24 News

શું પ્રેગનન્સી દરમિયાન સીડી ચઢવી સુરક્ષિત છે? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

Karnavati 24 News

બાળકના શરીર પરના અણગમતા વાળ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ, મળી જશે તરત રિઝલ્ટ

Karnavati 24 News

ત્રિફળાનું સેવન કરવાથી ચરબી ઉપયોગ કરતી વખતે ચરબી ઘટે છે , પણ એક વાતનું ધ્યાન રાખો.

Karnavati 24 News

ઓફિસમાં કલાકો સુધી કામ કરતી વખતે આંખો અને માથામાં દુખાવો; તો આ કામ માત્ર 2 મિનિટ કરો.

Karnavati 24 News

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…

Karnavati 24 News
Translate »