Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

આ રીતે ઘરે બનાવો ‘Potato Lollipop’, વરસાદની સિઝનમાં ખાવાની મજ્જા પડી જશે

બદલાતા વાતાવરણની સાથે-સાથે અલગ-અલગ વસ્તુઓ ખાવાનું મન કરતા હોય છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં ઘરમાં અનેક લોકોને નવું-નવું ખાવાની ઇચ્છા થતી હોય છે. જેમાં સૌથી વધારે લોકો ચાની સાથે પકોડા ખાવાની ઇચ્છા કરતા હોય છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેનું નામ છે પોટેટો લોલીપોપ..તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ વાનગી..

સામગ્રી

4 બાફેલા બટાકા

2 નાની ચમચી લસણ અને આદુની પેસ્ટ

2 ચમચી લીંબુનો રસ

2 કપ મેંદો

2 કપ બ્રેડક્રમ્બ્સ

2 ઝીણી સમારેલી ડુંગળી

લાલ મરચું

હળદર

ચાટ મસાલો

જીરું પાઉડર

મીઠું

બે ઝીણાં સમારેલા લીલા મરચા

બનાવવાની રીત

  • પોટેટો લોલીપોપ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો.
  • ત્યારબાદ બાફેલા બટાકાની છાલ કાઢી લો અને મેશ કરી લો.
  • હવે આ મેશ કરેલા બટાકામાં લાલ મરચું, ધાણાજીરું, ચાટ મસાલો, લીંબુનો રસ, આદુ-લસણની પેસ્ટ, ઝીણાં સમારેલા લીલા મરચાં, મીઠું નાંખીને આ બધુ બરાબર મિક્સ કરી લો.
  • હવે ઉપરથી બે ચમચી મેંદો, 2 ચમચી બ્રેડક્રમ્બ્સને સારી રીતે એમાં મિક્સ કરી લો.
  • ત્યારબાદ એક પ્લેટ લો એને એમાં બ્રેડક્રમ્પસ લો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે બટાકાના મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવી લો.
  • ત્યારબાદ આ બોલ્સને બ્રેડક્રંપ્સના ચુરામાં લપેટી લો.
  • હવે આ બોલ્સને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  • તો તૈયાર છે પોટેટો બોલ્સ.
  • આમ, આ પોટેટો બોલ્સને સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ઉપરથી ટૂથપિક લગાવી દો.
  • હવે આને ચટણી સાથે સર્વ કરો.
  • આ પોટેટો બોલ્સ તમે ચા સાથે પણ ખાઓ છો તો મજા પડી જાય છે.
  • આ પોટેટો બોલ્સ તમે છોકરાઓને ખાવા આપો છો તો બાળકો હોંશેહોશે ખાય છે અને તમને જમવાનું ખવડાવવાનું ટેન્શન પણ નહિં રહે. તો મોડુ કર્યા વગર તમે પણ જલદી બનાવો આ વાનગી.

संबंधित पोस्ट

રસોઈ ટિપ્સ: શાકભાજીમાં વધુ પડતું મીઠું મૂડ અને સ્વાદ બંને બગાડે છે, તે બરાબર કરો

Karnavati 24 News

‘પોટલી સમોસા’ ક્યારે પણ ખાધા છે? જો ‘ના’ તો બનાવો આ રીતે ઘરે

Karnavati 24 News

ફોલો કરો આ 4 ટિપ્સ, માત્ર 2 જ દિવસમાં છૂટી જશે તમારા બાળકની સ્માર્ટફોન જોવાની લત

Karnavati 24 News

પરેજી પાળ્યા વિના વજન ગુમાવો! આ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખો

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

ક્યાંક તમે તો ખોટી રીતે કન્ડિશનર કરતા નથી ને? જાણો સાચી રીત, નહિં તો વાળ ખરવા લાગશે

Karnavati 24 News