Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

અઢળક ગુણોથી ભરપૂર છે ચિયા સિડ્સ, જાણો રોજ એક ચમચી ખાવાના ફાયદા

સીડ્સ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચિયા સીડ્સ તમારું વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ચિયા સિડ્સ તમારા વાળ, સ્કિન અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચિયા સિડ્સ ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નીજ, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફોરસ અને એન્ટી ઓક્સિડન્ટ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આ પોષક તત્વો તમારું વજન ઘટાડવામાં અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત અપાવવાનું કામ કરે છે. ચિયા સિડ્સનું સેવન કરતા પહેલા ખાસ જાણી લો કઇ બાબતોનું ધ્યાન રાખશો.

  • ચિયા સિડ્સમાં ફાઇબરની માત્રા સારી હોવાથી એ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ચિયા સિડ્સ તમારું પાચન તંત્ર પણ સ્વસ્થ રાખે છે અને વજન પણ ઝડપથી ઘટાડે છે. ચિયા સિડ્સથી અપચો, કબજીયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.
  • આજકાલ મોટાભાગના લોકોને અનિદ્રા અને તણાવની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સારી ઊંઘ ના આવવાની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. જો તમને પણ અનિદ્રાનો રોગ છે તો તમે ચિયા સિડ્સનું સેવન કરી શકો છો. આમાં ઓમોગા-3 ફેટી એસિડ હોય છે. જે ચિંતા, તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ સિવાય હાર્ટ સંબંધીત બીમારીઓ અને હાઇ બ્લડ પ્રેશરનો ખતરો પણ ઓછો રહે છે.
  • તમે રેગ્યુલર ચિયા સિડ્સનું સેવન કરો છો તો હાડકાં મજબૂત થાય છે. તમને જો કોઇ હાડકાને લગતી બીમારી છે તો તમારા માટે ચિયા સિડ્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે. ચિયા સિડ્સમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ હોય છે જે તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ માટે તમે ચિયા સિડ્સમાંથી સ્મુધી પણ બનાવીને પી શકો છો.
  • ચિયા સિડ્સ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. ચિયા સિડ્સ હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. આમાં વિટામીન ડી અને એન્ટી ઓક્સિડન્ટસ હોય છે જે શરીરને ડિટોક્સ કરવામાં અને એકસ્ટ્રા ચરબીને શરીરમાંથી નિકાળવામાં મદદ કરે છે.

संबंधित पोस्ट

શું તમે વજન ઘટાડવા માટે તૂટક તૂટક ઉપવાસ કરો છો? તેના માટે શ્રેષ્ઠ સમય કયો છે તે જાણો

Karnavati 24 News

ક્યાંક તમે તો ખોટી રીતે કન્ડિશનર કરતા નથી ને? જાણો સાચી રીત, નહિં તો વાળ ખરવા લાગશે

Karnavati 24 News

બેબી કેર ટિપ્સ: ઉનાળાની ઋતુમાં બાળકોના આહારમાં આ ફળોનો સમાવેશ કરો, શરીરની ઉર્જા વધારવામાં મદદ કરશે!

Karnavati 24 News

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Karnavati 24 News

ચોકલેટ કેક રેસીપી: આ ચોકલેટ કેક તમારા મોઢામાં પાણી આવી જશે, રેસીપી બનાવવી સરળ છે

Karnavati 24 News

માતા પિતા માટે સાવચેતી : સુરતમાં બાળકોના હાથ, પગ, જીભ પર ચાંદાંની બીમારી

Karnavati 24 News