Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

હજુ પણ તમે ઘરમાં એસી ચાલુ કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, જાણો કેમ

આજના આ સમયમાં દિવસને દિવસે ગરમીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે ત્યારે અનેક લોકોને એસીમાં ઊંઘવાની આદત પડી ગઇ હોય છે. એસીમાં ઊંઘવાથી સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફો થાય છે.  એમાં પણ હાલમાં ડબલ ઋતુ ચાલી રહી છે ત્યાં તમે એસીમાં ઊંઘતા હોવ તો આજે જ બંધ કરી દેજો. નહિં તો તમે બીમાર પડી જશો અને સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગશે. તો જાણો એસીમાં ઊંઘવાથી સ્વાસ્થ્યને થતા આ નુકસાન વિશે…

  • એસીમાં ઊંઘવાની આદત તમારી સ્કિનને ડ્રાય બનાવી દે છે. આમ, જો તમને પણ એસીમાં ઊંઘવાની આદત છે તો હવે એને કંટ્રોલ કરો નહિં તો તમારી સ્કિન પર એની સૌથી મોટી અસર જોવા મળશે.
  • એસીમાં ઊંઘવાથી શરદી-ઉધરસ જલદી થઇ જાય છે. એમાં પણ જો તમે આ ડબલ ઋતુમાં એસી ઊંઘો છો તો તમારે આજથી જ બંધ કરી દેવું જોઇએ નહિં તો તમે બીમાર પડી શકો છો. આ ઋતુમાં જલદી તમને શરદી-ઉધરસ થઇ જાય છે અને તમે વધારે બીમાર પડી જાવો છો.
  • સતત એસીમાં ઊંઘવાથી શરીર જકડાઇ જાય છે અને સાંધાના દુખાવા થવાના શરૂ થઇ જાય છે. તમને જણાવી દઇએ કે જો તમે સતત એસીમાં ઊંઘો છો તો તમને સતત માથુ દુખવુ, કમરનો દુખાવો થવો, ઢીંચણમાં દુખાવો થવો તેમજ બીજી પણ અનેક ઘણી તકલીફો થઇ શકે છે.
  • ખાસ કરીને બહુ ગરમી હોય ત્યારે નાના બાળકોને એસીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. જો કે આ ડબલ સિઝનમાં પણ ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકને એસીમાં ઊંઘાડતા હોય છે. જો તમે પણ કંઇક આવું જ કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ ભૂલ બાળકને બીમાર પાડી શકે છે.
  • એક ખાસ વાત જણાવી દઇએ કે જો તમે સતત એસીમાં રહો છો તો તમારું બોડી બહારના વાતાવરણને જલદી એક્સેપ્ટ કરી શકતુ નથી જેના કારણે તમને જ્યારે બહાર જવાનું થાય ત્યારે તમે જલદી બીમાર પડી જાવો છો. આ માટે બને ત્યાં સુધી એસીની આદત ઓછી પાડો.

संबंधित पोस्ट

આ સમયે દરરોજ ખાઓ 1 કિવી, વજન ઉતરી જશે સડસડાટ અને સાથે થશે આ ફાયદાઓ પણ

Karnavati 24 News

શું પુરુષો ખરેખર પ્રેગ્નન્ટ હોઈ શકે છે? જાણો સમગ્ર પ્રક્રિયા

Karnavati 24 News

શું આપણે ખરેખર પ્રસૂતિ પછી એક કે બે દિવસ સ્નાન ન કરવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો

Karnavati 24 News

अगर आप भी बेदाग और खूबसूरत त्वचा चाहते हैं तो ऐसे करें गुलाब जल का इस्तेमाल

Admin

દિવાળીના આ નાસ્તામાં બનાવો અડદની દાળ પુરી, બાળકો સ્વાદથી ખાશે

Admin

શું તમે ક્યારેય કોફી મગમાં ચીઝ ઓમેલેટ બનાવ્યું છે, ના? તો અહીં રેસિપી શીખો

Karnavati 24 News
Translate »