Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે.

ભૂપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે પણ ડાંગ કેલેકટર સાથે વાતચીત કરીને ઇજાગ્રસ્તોની સ્થિતિની વિગતવાર જાણકારી મેળવી છે.

ગઇ કાલે રાતે આ અકસ્માતની ઘટના થઇ ત્યારથી જ મુખ્યમંત્રીએ આ અકસ્માત સંદર્ભમાં જિલ્લા તંત્રના સતત સંપર્કમાં હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ,પોલીસ,આરોગ્ય,108 અને ડાંગના સેવાભાવી યુવાનોએ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાપુતારા, આહવા હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી હતી તેનું માર્ગદર્શન મોડી રાત સુધી કરતા રહ્યા હતા. તેમણે આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અને મળવાપાત્ર જરૂરી તમામ મદદ કરવા માટે પણ જિલ્લા કલેકટરને સુચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં જે બે મહિલા પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના માર્ગ મકાન મંત્રી પુરણેશભાઈ મોદીને આ ગોઝારી ઘટનાની જાણ થતા જ, તેમણે તાત્કાલિક બીજેપીના વઘઇ, સાપુતારા સહિત ડાંગના કાર્યકરો, સ્વયંસેવકોને તુરંત ઘટના સ્થળે પહોંચી, જરૂરી મદદ પુરી પાડવાની સૂચના આપતા કર્મઠ કાર્યકરી ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યા જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભેખભા મિલાવી, ઘાયલોને સાપુતારા તથા શામગહાન આરોગ્ય કેન્દ્રો ખાતે સારવાર્થે ખસેડવામા આવ્યા હતા. આ લખાય છે ત્યારે આ ગોઝારા અકસ્માતમા બે વ્યક્તિઓના મૃત્યુ સાથે પચ્ચીસેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે.

संबंधित पोस्ट

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

PM મોદીએ C-295 એરક્રાફ્ટના પ્રોડક્શન સેન્ટરનો પાયો નાખ્યો, કહ્યું- મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત થશે

Karnavati 24 News

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

Karnavati 24 News

દિવ ફુદમ ગંગેશ્વર રોડની બંને સાઇડ વૃક્ષોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યો

Karnavati 24 News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin