Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

ભરૂચ:સેવાશ્રમ રોડ પર થી ટવેરા ફોર વ્હીલ માં ચોર ખાનું બનાવી લઇ જવાતા વિદેશી શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ થી બે નંબરી તત્વો અને બુટલેગરો પર સતત પોલીસ નો સપાટો બોલી રહ્યો છે,છેલ્લા બે સપ્તાહમાં અનેક સ્થળે થી લાખોની માત્રામાં ભારતીય બનાવટ નો વિદેશી શરાબ પોલીસે ઝડપી પાડી અનેક બુટલેગરો ને જેલના સળિયા ગણતા કર્યા છે,જેમાં વધુ એક બુટલેગર ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છેઃ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે પોલીસે શક્તિ નાથ થી સેવાશ્રમ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટવેરા ફોર વ્હીલ કાર નંબર GJ.21.M.3035 ના ચાલક ને રોકી તેની તલાશી લેતા ગાડી ના શીટ ના નીચેના ભાગે આવેલ તળિયા માં તેમજ દરવાજા ના ભાગે ચોરી ખાનું બનાવી ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ની ૭૨ નંગ જેટલી બોટલો પોલીસે ઝડપી પાડી હતી,

ક્રાઇમ બ્રાંચે મામલે વલસાડ તાલુકાના પારડી ના ટેકરા ફળિયામાં રહેતા ચેતન ઉશ્વર ભાઈ પટેલ નામના ઇસમની ધરપકડ કરી કુલ,૩ લાખ ૩૯ હજાર નો મુદ્દામાલ નો કબ્જો મેળવી મામલે ભરૂચ ના વિરલ નામના ઈસમ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરો માં ફફડાટ છવાઈ જવા પામ્યો છે,

संबंधित पोस्ट

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ODI મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય

Gujarat Desk

સૂરતીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

અટકાયત બાદ ઈટાલિયાએ કહ્યું, 2 મિનિટ સુધી મને NCWના ચેરમેને ધમકાવ્યો

Admin

માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા

Gujarat Desk

ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે

Gujarat Desk

કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રીશ્રી કનુ દેસાઈ

Gujarat Desk
Translate »