Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ભરૂચ દહેજ પાસે રિલાયન્સ કંપની માં અકસ્માતે પડી જતા એક કામદાર નું મૃત્યુ

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ના લુવારા નજીક આવેલ રિલાયન્સ કંપની માં જેકોન એન્જિનિયરસ કોન્ટ્રાક્ટ માં કામ કરતા ૨૧ વર્ષીય વીક્કી કુમાર નું કંપની ની અંદર અકસ્માતે પડી જવાના કારણે તેઓનું મૃત્યુ થયું હતું, કંપની કોન્ટ્રાક્ટ માં કામ કરતા કર્મચારી નું ઊંચાઈએથી પટકાતા મોત નિપજ્યું હોવાની હાલ પ્રાથમિક જાણકારી સામે આવી છે,

મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયામાં આવી હતી તેમજ સમગ્ર મામલે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે, મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં અનેક જીઆઇડીસી વિસ્તારોમાં આવેલ કેટલાય ઉધોગો માં અવારનવાર કામદારોના અકસ્માતે મૃત્યુ થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે,

ત્યારે શું આ પ્રકારના ઉધોગો અને તેમાં કામગિરી કરતા કોન્ટ્રાક્ટ ના કર્મીઓને સેફટી ની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે કે કેમ તે બાબત હાલ આ ઘટના બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની છે,અને જો થતું હોય તો પછી આ પ્રકારના બનાવો બનવા પાછળ નું ચોક્કસ કારણ શું હોય શકે તે બાબત તો પોલીસ વિભાગ અને ફેકટરી સેફટી વિભાગ ની તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે,જોકે અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ઉપર થી એક વાત કહી શકાય કે સેફટી મુદ્દે નિષ્કારજી દાખવતા ઉધોગો માં કામદારોના જીવ સાથે રમત રમાઈ રહી છે,

संबंधित पोस्ट

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

Karnavati 24 News

ફિરોઝાબાદઃ કાકીએ ભત્રીજા સાથે દુષ્કર્મ કર્યુંઃ ભત્રીજાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી

Karnavati 24 News

સુરત : માંડવીના બલાલતીર્થથી પશુઓ ભરેલી ટ્રક પકડાય : 13 ભેંસો ખીચોખીચ ભરી હતી

Admin

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

દેવાયત ખવડ મામલે મયુરસિંહના પરીવારજનોએ ધરપકડ ના થાય તો આંદોલન કરવાની આપી ચીમકી

Admin