Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

હાર્દિક પંડ્યાને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળવી જોઇએ, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવુ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળવી જોઇતી હતી. હરભજન અનુસાર શાર્દુલ ઠાકુરે સારૂ કામ કર્યુ છે પરંતુ હાર્દિક પંડ્યાના હોવાથી ટીમને મજબૂતી મળતી કારણ કે તે સારા ફોર્મમાં છે.

આઇપીએલમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2022માં જોરદાર રીતે કેપ્ટન્સી કરતા ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 15 મેચમાં પોતાની ટીમ માટે સૌથી વધારે 487 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ આઠ વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 7.27નો રહ્યો હતો.

તે બાદ હાર્દિક પંડ્યાને આયરલેન્ડ વિરૂદ્ધ 2 ટી-20 મેચની સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં ટીમે ટી-20 સીરિઝમાં શાનદાર રીતે જીત મેળવી હતી.

મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન ડેમાં રમતો જોવા મળશે.

संबंधित पोस्ट

IND Vs BAN: ભારત સામેની વન-ડે સીરિઝ માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત, એક મેચ રમનાર આ ખેલાડીને આપી તક

Admin

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકને ફિટ નથી માનતા, કારણ પણ જણાવ્યું

Karnavati 24 News

IND vs SA: શમી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે કેવી રીતે બ્રેક બન્યો? આ 5 ગુણો અદ્ભુત છે

Karnavati 24 News

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News

T20 સીરિઝ શરૂ થયા પહેલા જ ગ્લેન મેક્સવેલે જીતી લીધુ ઇન્ડિયન ફેન્સનું દિલ

Karnavati 24 News

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન