સુત્રાપાડા કોલેજ માં યોજાયેલ આંતરકોલેજ હેન્ડ બોલ સ્પર્ધા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા હાલ વિવિધ રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડા કોલેજ વિભાગમાં યુનિવર્સિટી દ્વારા હેંડબોલ સ્પર્ધા કરવામાં આવેલ.આ સ્પર્ધામાં તારીખ 07/01/2022ના રોજ ભાઈઓ જેમાં ૬ કોલેજો ની ટિમોએ ભાગ લીધેલ તેમજ તારીખ 08/01/2022ના રોજ બહેનો માં ૪ કોલેજોએ ભાગ લીધેલ.આ હેંડબોલ સ્પર્ધામાં ભાઈઓમાં ડો ભરત બારડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભાઈઓ પ્રથમ નંબરે વિજેતા થયેલ અને રનર્સઅપ તરીકે એન પી આર્ટ્સ કોલેજ કેશોદની ટિમ વિજેતા થયેલ જ્યારે બહેનોમાં મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળ પ્રથમ નંબરે જ્યારે એમ એમ ઘોડાસરા મહિલા કોલેજ, જુનાગઢ ની ટિમ રનર્સઅપ તરીકે વિજેતા થયેલ.આ તકે સુત્રાપાડા નગરપાલિકા ના સદસ્ય અને ઇંડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડાના ચેરમેન અજયભાઈ બારડ ના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવેલ અને તેઓ દ્વારા તમામ ખેલાડીઓને શુભેચ્છા આપવામાં આવેલ આ તકે સુત્રાપાડા નગરપાલિકાના સદસ્ય અને ઇંડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડાના ચેરમેન અજયભાઈ બારડ ઉપરાંત પ્રોફેસર રાઠોડ સાહેબ, ટેકનિકલ મેનેજર નરેશભાઇ ગોહિલ, કનકસિંહ ભાઈ, ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પાઠક, ગિરસોમનાથ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરિ અને કોલેજના સ્ટાફગણ વગેરેએ હાજર રહી વિધ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો તેમજ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સંચાલન પિયુષભાઈ કાછેલા દ્વારા કરવામાં આવેલ હતું.