Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતીય ધરતી પર શુભમન ગિલની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કર્યો રનનો વરસાદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શરૂઆતના બે દિવસ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના નામે હતા. જ્યાં ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીને સદી ફટકારી હતી. ભારતીય યુવા ઓપનર શુભમન ગિલે મેચના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે પોતાની બેટિંગથી તમામના દિલ જીતી લીધા અને આખા મેદાન પર બધી બાજુ સ્ટ્રોક ફટકાર્યા. તેમણે જોરદાર સદી ફટકારી છે.

ગિલે ફટકારી તોફાની સદી

googletest

ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી ન રહી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા પહેલા સેશનમાં જ 35 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ શુભમન ગિલે ચેતેશ્વર પૂજારા સાથે મળીને રન બનાવવાની જવાબદારી સંભાળી. શરૂઆતમાં ગિલે આક્રમક અભિગમ અપનાવ્યો, પરંતુ બાદમાં તેણે ધીરજપૂર્વક સદી પૂરી કરી. તે હાલમાં 195 બોલમાં 102 રન બનાવીને ક્રીઝ પર છે. તેમણે 10 ફોર અને 1 સિક્સર ફટકારી છે.

ભારતની ધરતી પર પ્રથમ સદી

શુભમન ગિલે બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. ભારતીય ધરતી પર ગિલની આ પ્રથમ ટેસ્ટ સદી છે. આ સાથે જ ઓવર ઓલ ટેસ્ટ કારકિર્દીમાં આ તેમની બીજી સદી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 14 ટેસ્ટ મેચમાં 792 રન બનાવ્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની વનડેમાં પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. હવે ટીમ ઈન્ડિયાનું બેટિંગ આક્રમણ મહત્ત્વની કડી બની ગયું છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.

ભારતે બે સેશન બાદ 188 રન બનાવ્યા

શુભમન ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે, તેમણે ટીમ ઈન્ડિયા તરફથી રમતા ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. અમદાવાદમાં ત્રીજા દિવસે તેમની સદીના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચતી જોવા મળી રહી છે. ભારતે ત્રીજા દિવસે બે સેશન બાદ 2 વિકેટના નુકસાન પર 188 રન બનાવી લીધા છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 35 રન, ચેતેશ્વર પૂજારાએ 42 રન બનાવ્યા હતા. જયારે શુભમન ગિલ 103 અને વિરાટ કોહલી 103 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

संबंधित पोस्ट

ભારતીય વિકેટ કીપર તાનિયા ભાટિયાના હોટલના રૂમમાં ચોરી, મહિલા ક્રિકેટરે તપાસની માંગ કરી

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

ઋષભ પંતની પાછળ પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

તે મારા જીવનની સૌથી સારી ગિફ્ટ છે…જન્મદિવસ પર કોની યાદમાં ભાવુક થયો હાર્દિક પંડ્યા

IND vs SA: શાર્દુલ ઠાકુર કહે છે 7 વિકેટ લેવા છતાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી, ‘તિરાડે’ સફળતા અપાવી

Karnavati 24 News

IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

Karnavati 24 News
Translate »