Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કડાકો / શેર માર્કેટમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ નિફ્ટીમાં 1-1 ટકાનો મોટો ઘટાડો

ભારતીય શેરબજાર આજે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર અસ્તવ્યસ્ત છે. બેન્કિંગ, આઈટી, મેટલ્સ શેરોમાં જબરદસ્ત ઘટાડો શેરબજારને નીચે ખેંચી ગયો અને આજે સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.

માર્કેટ ઓપનિંગ

આજના કારોબારમાં BSE 30-શેરોના ઇન્ડેક્સ સેન્સેક્સ 554.30 પોઈન્ટ્સ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 52,623.15 પર ખૂલ્યો હતો અને NSE 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 148.50 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 15,701 પર ખૂલ્યો હતો.

નિફ્ટીની શું છે સ્થિતિ

નિફ્ટીના 50માંથી 50 શેરો આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજારમાં ચારે તરફ લાલ નિશાન છવાયેલ છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી 15687 સુધી નીચી સપાટીએ ગયો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 403.20 પોઈન્ટ અથવા 1.20 ટકાના ઘટાડા સાથે 33,239 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ જુઓ

આજે નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે અને PSU બેંક શેરોમાં 1.28 ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.28 ટકા નીચે છે. આઈટી, મેટલ્સ, ફાઈનાન્સિયલ તમામ સેક્ટરમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

संबंधित पोस्ट

SBIના ગ્રાહકો સસ્તી હોમ લોનનો લાભ લેવા માગે છે, તો આ રીતે CIBIL સ્કોરનું ધ્યાન રાખો!

Karnavati 24 News

રોકાણકારો માટે ખુશખબર/ હવે યસ બેંકે પણ FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જોઈ લો નવા દર

Karnavati 24 News

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

Karnavati 24 News

ઓલાએ એવી રીતે બતાવી ઇલેક્ટ્રકિ કારની ઝલક, જેમ કે હોય હોલીવુડ ફિલ્મનું ટીઝર!

Admin

પેટ્રોલ ડીઝલના ભાવ આજે: ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે, જાણો શું છે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ આજે

Karnavati 24 News

શુ અદાણી આ સુગર કંપની ખરીદશે ત્યારે રોકાણકારોને મજબૂત વળતર મળશે

Karnavati 24 News
Translate »