Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ઓલાએ એવી રીતે બતાવી ઇલેક્ટ્રકિ કારની ઝલક, જેમ કે હોય હોલીવુડ ફિલ્મનું ટીઝર!

Ola ઈલેક્ટ્રિકે દિવાળીના અવસર પર તેનું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તે જ સમયે ફરી એકવાર તેની ઇલેક્ટ્રિક કારની નવી ઝલક પણ બતાવવામાં આવી છે. કંપનીએ લોન્ચ ઈવેન્ટના વીડિયોના અંતે ઓલા ઈલેક્ટ્રિક કારનું ટીઝર એવું દર્શાવ્યું છે કે જાણે તે કોઈ હોલીવુડ ફિલ્મનું ટીઝર હોય.

કારનો શાનદાર લૂક

આ ટીઝરમાં Ola ઈલેક્ટ્રિક કારનું ડેશબોર્ડ અને ફ્રન્ટ લુક દેખાય છે. કારના ડેશબોર્ડની વાત કરીએ તો તેમાં સ્ક્વેર આકારનું સ્ટીયરિંગ વ્હીલ દેખાય છે, જેના પર કારના લગભગ તમામ કંટ્રોલ પણ જોવા મળે છે. તો સામે એક મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન પણ જોવા મળી રહી છે.

આ સિવાય કારના ફ્રન્ટ લુકની વાત કરીએ તો આગળના ભાગમાં બોનેટ પર એક LED લાઇટ સ્ટ્રીપ છે, જે સ્વાભાવિક રીતે LED DRLs હોઈ શકે છે. તે જ સમયે કારના ફ્રન્ટમાં ડ્યુઅલ હેડલેમ્પ સેટ પણ દેખાય છે. બીજી તરફ, સાઇડ મિરર્સ (ORVMs) કંઈક અંશે Tata Curvv જેવા જ છે.

બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ

ઓલા ઈલેક્ટ્રીકે શનિવારે તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1 Air પણ લોન્ચ કર્યું છે. તેને કંપનીના ફ્લેગશિપ પ્રોડક્ટ Ola S1ના આધારે બનાવવામાં આવ્યું છે. જો કે તેની કિંમત 84,999 રૂપિયા છે.

દિવાળી માટે 24 ઓક્ટોબર સુધી કંપનીએ તેને 79,999 રૂપિયાની ઓફર કિંમતે લોન્ચ કરી છે. તે 999 રૂપિયામાં રિઝર્વ કરી શકાય છે. તેની પર્ચેસિંગ વિન્ડો ફેબ્રુઆરી 2023માં ખુલશે. આ કારની ડિલિવરી એપ્રિલ મહિનામાં 2023 માં શરૂ થાય એવી અપેક્ષા છે.

90 kmph ટોપ સ્પીડ

કંપનીનો દાવો છે કે Ola S1 Air એક ચાર્જ પર ઈકો મોડમાં 101 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 90 kmph છે. આ કાર માત્ર 4.3સેકન્ડમાં જ 0થી 40 kmphની સ્પીડ પકડી લે છે.

આ સ્કૂટરનું વજન માત્ર 99 કિલો છે. તેમાં 4.5kW ઇલેક્ટ્રિક મોટર, 2.5kWh બેટરી પેક, 34 લિટર અંડર-સીટ સ્ટોરેજ અને ત્રણ રાઇડ મોડ્સ મળે છે.

આ સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં 4.5 કલાકનો સમય લાગશે. આ સ્કૂટર 5 કલર્સ નિયો મિન્ટ, જેટ બ્લેક, કોરલ ગ્લેમ, પોર્સેલિન વ્હાઇટ અને લિક્વિડ સિલ્વરમાં મળે છે.

 

संबंधित पोस्ट

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

છ મહિનામાં ભારતનો સોનાનો ભંડાર 16.58 ટન વધીને 760.42 ટન થયો

Karnavati 24 News

Share Market : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

Karnavati 24 News

શું તમે નવા UPI AUTO PAY ફીચર વિશે જાણો છો? જેનાથી થઇ શકે છે અનેક કામ

Karnavati 24 News

Marut E-Tract: રૂપિયા 5.5 લાખમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર! 80 રૂપિયાના ખર્ચે 6 કલાક ચાલશે

Admin

RBIના ડિજિટલ રૂપિયાની શું પડશે અસર? જાણો નિષ્ણાતોના અભિપ્રાય

Karnavati 24 News
Translate »