Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કોંઢના તળાવમાંથી માટી ખોદી બિન ખેતીના પ્લોટમાં નખાતાં ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી

કોંઢના તળાવમાંથી માટી ખોદી બિન ખેતીના પ્લોટમાં નખાતાં ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી

વાલિયા તાલુકા કોંઢ ગામમાં 20 દિવસ ઉપરાંતથી સેંગપુર જવાના રસ્તે આવેલ તળાવમાંથી માટી ખોદી બિનખેતી પ્લોટમાં પુરાણ કરવાના ચાલતા કૌભાંડ ઉપર ભૂસ્તર વિભાગની ટીમે થયેલ ફરીયાદના આધારે ત્રાટકી ઝડપી પાડ્યું મોટી માટી અને રોયલ્ટી ચોરીનું કારસ્તાન .તળાવની માટી બિન ખેતીની જમીન ઉપર માટી નાખી કરાયેલું પુરાણ સામે આવ્યું છે.
વાલિયા તાલુકાના કોંઢ ગામેં તળાવમાંથી ગેરકાયદે માટી કાઢી બિન ખેતીની જમીન ઉપર થઈ રહેલા પુરાણની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગે સ્થળ તપાસ હાથ ધરી હતી.આ માટી ચોરી ખાણ અને ખનીજ વિભાગે કાયદેસરની માપણી કરી કેટલો જથ્થો વાપર્યો છે તે બાબતની નોટીસ જમીન માલીકને આપી સઘન કાર્યવાહી કરવાના મુડમાં છે.
ભરૂચ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને કોંઢ ગામના સેંગપુર રોડ ઉપર આવેલ તળાવમાંથી જેસીબી અને હિટાચીથી માટી ખોડી એનએ થયેલ જમીનમાં છેલ્લા 20 દિવસથી પુરાણ કરવાનું કામ ચાલતું હોવાની ગામના એક વ્યક્તિએ ફરિયાદ કરતા ભૂસ્તરશાસ્ત્રી ભરૂચને મળતાં તેમની ટીમના સર્વેયર અને માઈન સુપરવાઈઝર ટીમે સ્થળ તપાસ કરી તળાવ અને જમીન માપણી કરી હતી.
માપણી બાદ જે જથ્થો આવશે તેમાં જે તે પુરાણ કરતાંને નોટિસ આપવામાં આવશે.આ માટીપુરાણ બાબતમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તળાવમાં થયેલ ખોદકામ અને બાજુમાં બિન ખેતીમાં માટી કાઢી કરાયેલા પૂરાણની માપણી કરાઈ હતી. જીપીએસ મુજબ નકશા મેળવી આ અંગે તપાસમાં ખેતીના જમીનના માલિકને નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

કુતિયાણા નજીક સારણ નેસના પુલમાં બાળક ડૂબી જતાં મોત : વાડોત્રા નજીક બે યુવાનો તણાઈ : Ndrf ટીમ ની મદદ યુવાનોની હાલ શોધખોળ

Karnavati 24 News

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin