Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

ચાણસ્મા તાલુકાના ધિણોજથી વાયા ખલીપુર સુણસરને જોડતો 5 કિલોમીટર પાકો રોડ છેલ્લા કેટલાય સમયથી તૂટી જતાં વાહન ચાલકો પરેશાન છે. ધિણોજ અને સુણસર આજુબાજુ ઓએનજીસીના કૂવાઓ આવેલા છે જેના કારણે મોટા વાહનોની પણ અવરજવર રહે છે. આ રોડ સુણસરથી વડાવલી સુધી જાય છે જેના કારણે વડાવલીથી ધિણોજ વચ્ચે આવતા ગામો માટે મહેસાણા, સૌરાષ્ટ્ર કે બહુચરાજી જવા આવવા અતિ મહત્વનો માર્ગ છે.

આ રોડને રિપેરીંગ કરાવવા સુણસર, વડાવળી, મેરવાડા સહિતના અગ્રણીઓએ માર્ગ મકાન સહિત ઉચ્ચ વિભાગમાં રજૂઆતો કરાઈ છે પરંતુ માર્ગ-મકાન કહે છે કે અમારામાં આવતો નથી ઓએનજીસી દ્વારા બનાવાયો છે તો ઓએનજીસી કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી તેમ કહી એકબીજા માથેથી ખભે કરી છેલ્લા છ માસથી આ રોડની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે.

મેરવાડાના નવીનભાઈ વ્યાસ અને વડાવલીના અગ્રણી ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે વડાવલીથી વાયા સુણસર ખલિપુર ધિણોજને જોડતો આ રોડ અમારા માટે મહેસાણા જવા માટે અને સુણસર, ધારપુરી, મેરવાડા બાજુના 5થી 6 ગામના લોકોને બહુચરાજી કે સૌરાષ્ટ્રમાં કે ચાણસ્મા તરફ જવા માટે ટૂંકો રસ્તો છે જે તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ છે.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક બાઈક ઉપર ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહેલા બે ઈસમો ઝડપાયા

Karnavati 24 News

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News